ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર મનપામાં કોંગ્રેસે LED લાઈટ માથે બાંધી કર્યો અનોખો વિરોધ - કોંગ્રેસ

જામનગર: જિલ્લાના LED લાઇટ મુદ્દે મનપામાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા LED લાઈટ માથે બાંધી કર્યું તંત્ર સામે પ્રદર્શન કર્યું હતું.

કોંગ્રેસ દ્વારા LED લાઈટ માથે બાંધી કર્યો અનોખો પ્રદર્શન

By

Published : Aug 6, 2019, 8:23 PM IST

યુસુફ ખફી, કોર્પોરેટર,જામનગરમાં LED લાઇટ મુદ્દે મનપામાં કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો હતો. જામનગર શહેરના અનેક વિવિધ વિસ્તારોમાં LED લાઈટની સમસ્યા છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી હતી. કોંગ્રેસના વિવિધ કોર્પોરેટરો અને આગેવાનો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનોએ માથા પર LED લાઇટ બાંધી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કોંગ્રેસ દ્વારા LED લાઈટ માથે બાંધી કર્યો અનોખો પ્રદર્શન

શહેરમ‍ાં LED લાઈટને લઇ કોંગ્રેસે મનપાના કમિશ્નર કાર્યાલયમાં હોબાળો મચાવ્યો હતો. જામનગર શહેરમાં 70 ટકા વિસ્તારમો LED લાઇટ બંધ હાલતમાં છે. હાલ વરસાદની મોસમ ચાલી રહી છે અને શહેરીજનો વીજકાપથી પરેશાન છે તો બીજી બાજુ LED લાઈટના ધાંધિયાથી વધુ મુશ્કેલી અનુભવી રહ્યા છે.

જામનગરના શહેરીજનો વિવિધ પ્રાથમિક સુવિધાઓના અભાવે અવાર-નવાર મહાનગર પાલિકામાં રજૂઆત કરતા હોય છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આખરે કોંગ્રેસે અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું

ABOUT THE AUTHOR

...view details