જન્મટીપની સજા (Life imprisonment)કાપી રહેલો હત્યા કેસનો આરોપી ભાગી ગયો
પેરોલ(Parole)પર છૂટ્યાં બાદ થઈ ગયો છૂમંતર
જન્મટીપની સજા (Life imprisonment)કાપી રહેલો હત્યા કેસનો આરોપી ભાગી ગયો
પેરોલ(Parole)પર છૂટ્યાં બાદ થઈ ગયો છૂમંતર
22 વર્ષ પહેલાં હત્યાને અંજામ આપનાર આરોપી થયો ફરાર
જામનગરઃ જામનગરના શબ્બીર મિંયા સેયદે 22 વર્ષ પહેલા ખંભાળિયામાં ઘાતકી હત્યા (Murder) કરી હતી. પોલીસે આ આરોપીને જેલ હવાલે કર્યો હતો. આરોપી છેલ્લાં 18 વર્ષથી જેલમાં (Life imprisonment) સજા કાપી રહ્યો હતો. આરોપી વડોદરાની જેલમાં સજા કાપી રહ્યો હતો. આ આરોપીએ પેરોલપર છૂટવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી તેથી હાઈકોર્ટે આરોપીને 18 દિવસની પેરોલ (Parole) રજા આપી હતી. આરોપી પેરોલનો ગેરલાભ ઉઠાવી નાસી ગયો હતો.
આ પણ વાંચોઃ દુષ્કર્મના કેસમાં પેરોલ પર છૂટેલા શખ્સે વધુ એક દુષ્કર્મ આચર્યું
જામનગર સિટી એ ડિવિઝનમાં નોંધાઈ ફરિયાદ
આરોપી મૂળ જામનગરના મોર્કંડા રોડ પર રહેતો હતો. આરોપીની પત્ની હાલ પોરબંદરમાં નિવાસ કરી રહી છે. વડોદરા જિલ્લા જેલના અધિક્ષકે જામનગરમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જામનગર પોલીસે આરોપીને શોધી કાઢવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
હત્યા કેસના આરોપીને ઝડપી પાડવા પોલીસ લાગી ઘંધે
મળતી વિગત અનુસાર વડોદરા જેલમાંથી પેરોલ પર છૂટેલો શબ્બીર મિયાં સૈયદ હત્યા (Murder) કેસમાં વડોદરા જેલમાં સજા કાપી રહ્યો હતો.જો કે ગંભીર ગુનામાં આ આરોપીને કોર્ટ દ્વારા અત્યાર સુધીમાં પેરોલ (Parole) આપવામાં આવ્યાંં ન હતાં. આખરે હાઇકોર્ટમાં અરજી કરતા પેરોલ મંજૂર કરવામાં આવ્યાં હતાં અને જેવા પેરોલ મળ્યાં કે આરોપી નાસી છૂટ્યો છે. વડોદરા પોલીસ અને જામનગર પોલીસ દ્વારા ફરાર આરોપીની શોધખોળ શરુ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ વલસાડના ટ્રિપલ મર્ડરના ગુનાનો આરોપી પેરોલ જમ્પ કરી ફરાર, પોલીસે ઝડપી પાડ્યો