જામનગરઃ વર્તમાનમાં પોલીસ નકલી ચીજવસ્તુઓ અને નકલી અધિકારીઓને પકડવામાં બહુ વ્યસ્ત છે. નકલી ચીજવસ્તુઓમાં મરચું, હળદર, દૂધ, માવો, ઘી, દવાઓ, તેલ અને નકલી અધિકારીઓમાં પીએમઓ, સીએમઓ, આઈટી, આરટીઓ પોલીસ પકડી રહી છે. મોરબીમાં તો નકલી ટોલનાકું પણ ઝડપાયું છે. આ જ શ્રેણીમાં જામનગરમાંથી નકલી ઘી પકડાયું છે. શહેરના દિગ્વિજય પ્લોટ નં.49માંથી એસ.ઓ.જી. પોલીસ ટુકડીએ નકલી ઘીનો જથ્થો બરામદ કર્યો છે. એસ.ઓ.જી. પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખીને આ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ 2.65 લાખની કિંમતનું 555 કિલો નકલી ઘી પોલીસે જપ્ત કર્યુ છે.
જામનગર એસઓજીએ 2.65 લાખ કિંમતનું 555 કિલો નકલી ઘી જપ્ત કર્યુ - દિગ્વિજય પ્લોટ 49
જામનગર એસ.ઓ.જી. પોલીસે દિગ્વિજય પ્લોટ નં.49માંથી કુલ 555 કિલો નકલી ઘી જપ્ત કર્યુ છે. આ ભેળસેળયુક્ત ઘીની કુલ કિંમત 2.65 લાખ જેટલી થાય છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ વિસ્તારપૂર્વક. Jamanagar SOG Duplicate Ghee 555 Kg
Published : Dec 8, 2023, 5:07 PM IST
સમગ્ર ઘટનાક્રમઃ જામનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસ પ્રવૃત્તિઓ ડામવા પોલીસ અધિકારીઓને સૂચના આપી છે. આ સંદર્ભે એસ.ઓ.જી. ઈન્ચાર્જ પીઆઈ બી.એન. ચૌધરી તથા પીએસઆઈ જે.ડી. પરમાર, આર.એચ. બાર સહિતના સ્ટાફે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યુ છે. એસઓજીના હર્ષદ ડોરિયા, દિનેશ સાગઠીયા, અનિરુદ્ધ સિંહ ઝાલા વગેરેની ટીમને ખાનગીર રાહે નકલી ઘી વિશે બાતમી મળી હતી. જેમાં શહેરના દિગ્વિજય પ્લોટ 49માં રહેણાંક મકાનમાં આરોપી ચિરાગ મનસુખલાલ હરિયા નકલી ઘી વેચતો હોવાનું માલૂમ પડ્યું. આ બાતમીને આધારે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને સાથે રાખીને તાત્કાલિક દરોડો પાડ્યો હતો.
2.65 લાખનું નકલી ઘીઃ દરોડામાં પોલીસને ભેળસેળયુકત ઘીના 15 કિલોના પતરાના 15, પ્લાસ્ટિકના 17 અને 10 કિલોના 5 ડબા ઝડપી લીધા હતા. નકલી ઘીનો કુલ 555 કિલો જથ્થો મળી આવ્યો હતો. આ નકલી ઘીની કુલ કિંમત 2.65 લાખ જેટલી થવા જાય છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ આ નકલી ઘીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલી આપ્યા હતા. જ્યારે પોલીસ ટુકડીએ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. નકલી ઘી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.