પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1990ના જોમજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ફટાકરવામાં આવી છે. જામનગરની સેશન્સ કોર્ટે ભટ્ટને સજા ફટકારતો ચુકાદો આપ્યો છે. સેશન્સ કોર્ટના જજ ડી. એમ. વ્યાસે હત્યાના ગુનામાં સંજીવ ભટ્ટ તેમજ હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને પણ આરોપી ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી છે. આ અંગે સરકારી વકીલ તુષાર ગોકાણીએ જણાવ્યું કે, કોર્ટે સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહ ઝાલાને દોષિત ઠેરવ્યાં છે. આ સિવાયના આરોપીઓને કસ્ટોડિયલ ટોર્ચર માટે કલમ 323, 506 (1) દોષિત ઠેરવ્યાં છે.
ચર્ચિત સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા, જાણો શું હતો સમગ્ર કેસ?
જામનગરઃ જામજોધપુરના 1990ના ચકચારી કસ્ટોડિયલ ડેથ કેસમાં જામનગરની કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ સહિતના પોલીસકર્મીઓને દોષિત ઠેરવ્યાં છે. જામનગર જિલ્લાની કોર્ટમાં આજે પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને પ્રવીણસિંહને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે અને અન્ય પોલીસ કર્મીઓને પણ દોષિત ઠેરાવવામાં આવ્યાં છે. કહેવાય છે કે, સંજીવ ભટ્ટે અટકાયત કર્યા બાદ પોલીસના ઢોરમારથી પ્રભુદાસ વૈષ્નવ નામના વ્યક્તિનું મોત થયું હતું.
સંજીવ ભટ્ટ
શું હતો સમગ્ર મામલો?
- પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ 1990ના સમયમાં જામજોધપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા.
- ફરજ દરમિયાન અડવાણીની રથયાત્રા રોકવા મામલે જામજોધપુર શહેરમાં કોમી હુલ્લડ ફાટી નીકળ્યું હતું.
- હુલ્લડ પર કાર્યવાહી કરતા પોલીસે ૧૩૩ જેટલા લોકોને ઝડપી પાડ્યાં હતા
- આ તમામ લોકોને સાથે મારકૂટ થઈ હોવાનો કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો.
- આ કેસ છેલ્લા 30 વર્ષથી ચાલતો હતો, અનેક વખત અવનવા વળાંકો આવ્યાં
- આ કેસમાં જામનગર સેશન કોર્ટમાં કુલ 5000 પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી
- આ સાથે વકીલ દ્વારા પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા
- કેસમાં કથિત રીતે આઇપીએસ સંજીવ ભટ્ટ અને હેડ કોસ્ટેબલ પ્રવિણસિંહ ઝાલા પર મૃતકને ઢોર માર માર્યો હોવાના આરોપ લાગ્યાં
- કથિત રીતે પોલીસના ઢોર મારથી કસ્ટોડિયલની કિડની ખરાબ થઈ ગઈ અને બાદમાં સારવાર દરમિયાન તેનું મોત થયું
- એટલે કે સંજીવ ભટ્ટે અટકાયત કર્યા બાદ પ્રભુદાસ વૈષ્નવ નામના વ્યક્તિનું મોત થયું હતું
- મૃતકના ભાઈએ સંજીવ ભટ્ટ સહિત 7 પોલીસકર્મી સામે ટોર્ચર કરવાની ફરિયાદ કરી હતી
- મહત્વનું છે કે, કેસ પહેલા ખંભાળિયા કોર્ટમાં ચાલતો હતો અને બાદમાં ટ્રાન્સફર કરી જામનગરની સેશન કોર્ટમાં લવાયો
- જામનગર સેશન્સ કોર્ટના જજ વ્યાસે આજ રોજ ચુકાદો આપ્યો.
- આમ, આખરે 30 વર્ષના લાંબા સમયગાળા બાદ સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા કરવામાં આવી
- મૃતકના પરિજનો જામનગર સેશન્સ કોર્ટ ખાતે પહોંચ્યા છે અને કોર્ટના નિર્ણયથી ખુશ થયા છે.
- કસ્ટોડિયલ ડેથ કેસમાં કુલ સાત આરોપી સંડોવાયેલા હતાં.
- સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહ ઝાલાને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે
- કોર્ટે સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહ ઝાલાને આજીવન કેદ સાથે સાથે ૩૦ હજારનો દંડ પણ ફટકાર્યો
- અન્ય પાંચ આરોપીને ટોર્ચર કરવા બદલ બે વર્ષની સજા ફટકારવામાં આવી
- પાંચેય આરોપીને સજા સાથે 10 હજારનો દંડ ફટકારાયો
- પાંચ આરોપીને 30 દિવસના જામીન પણ આપવામાં આવ્યાં
- પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ અને પ્રવીણ ઝાલાને જામનગર જિલ્લાની જેલમાં મોકલાશે