ગુજરાત

gujarat

ETV Bharat / state

ઇન્ડિયન નેવીનું ‘INS Jalashwa’ જહાજ પહોંચ્યું માલદીવ, વિદેશમાં ફસાયેલા ભારતીયોની વતન વાપસી શરૂ - INS

ઓપરેશન સમુદ્ર સેતુ અંતર્ગત આજથી વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની કામગીરી ઇન્ડિયન નેવી દ્વારા શરૂ કરવામાં આવી છે.

ઇન્ડિયન નેવીનું INS Jalashwa જહાજ પહોંચ્યું માલદીવ
ઇન્ડિયન નેવીનું INS Jalashwa જહાજ પહોંચ્યું માલદીવ

By

Published : May 7, 2020, 2:36 PM IST

જામનગર : માલદીવમાં હાલ 1000 જેટલા ભારતીયો ફસાયેલા છે. તેમની મદદ માટે ભારતીય નેવીનું INS Jalashwa જહાજ પહોંચ્યું છે. માલદીવની રાજધાની માલેમાં હાલ INS Jalashwa પહોંચી ગયું છે અને આવતીકાલે તમામ ભારતીયો કેરલ ખાતે આવી જશે.

ઇન્ડિયન નેવીનું INS Jalashwa જહાજ પહોંચ્યું માલદીવ
હાલ વિશ્વના અનેક દેશો કોરોના સંક્રમણની મહામારીનો ભોગ બન્યા છે, ત્યારે વિશ્વના બીજા દેશના લોકો પણ પોતાના દેશમાં જઇ રહ્યા છે. કેન્દ્ર સરકારે ભારતીયોને વતન વાપસી માટે એક્શન પ્લાન બનાવ્યો છે. જે અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીયોને નેવીના જહાજો મારફતે ભારતમાં પરત લાવવામાં આવશે.જો કે, એક સમયે કેન્દ્ર સરકારે વિમાન મારફતે વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટેની કામગીરી શરૂ કરી હતી. બાદમાં નેવીના જહાજો મારફતે તમામ ભારતીયોને વિદેશમાંથી વતન વાપસી કરવા માટેનું એકશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details