- ભારતીય વાયુસેનાનો 89મો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે
- અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને લઇ એરફોર્સનો C 17 વિમાન જામનગર પહોંચ્યું
- જામનગર એરફોર્સના પરાક્રમો
- જામનગર વાયુસેનાએ રાષ્ટ્રીય માર્ગ સલામતીનો સંદેશ આપ્યો
ન્યુઝ ડેસ્ક : 8 ઓક્ટોબર 1932ના દિવસે વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. આ માટે દર વર્ષે 8 ઓક્ટોબરે વાયુસેના દિવસની (Indian Air Force Day 2021) ઉજવણી કરવામાં આવે છે. દેશના સ્વતંત્ર થતા પહેલા વાયુસેનાને રોયલ ઈન્ડિયન એર ફોર્સ (RIAF) કહેવામાં આવતી હતી. જોકે, આઝાદી પછી વાયુસેનાના નામ માંથી 'રોયલ' શબ્દને હટાવીને ઈન્ડિયન એરફોર્સ કરવામાં આવ્યું હતું. 1 એપ્રિલ 1933ના દિવસે વાયુસેનાની પ્રથમ ટુકડી બની હતી, જેમાં 6 IAF-ટ્રેન્ડ ઓફિસર અને 19 હવાઈ સૈનિકોને સામેલ કરવામાં આવ્યા હતા.
- જામનગર એરફોર્સના પરાક્રમો
જામનગર એરફોર્સ ખાતે અફઘાનિસ્તાનથી પહોંચ્યું હતું વિમાન
અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને પ્લેન જામનગર એરફોર્સ બેઝ પર 11.15 કલાક આસપાસ પહોંચ્યું હતું. જામનગર ખાતે આ વિમાન પહોંચતા અફઘાનિસ્તાનથી પરત આવેલા નાગરિકોની આંખોમાં હર્ષાશ્રુ ઉમટ્યા હતા, સુરક્ષિત વતન પર પહોંચતા જ ભારતીયોને હાશકારો થયો હતો. જામનગર ખાતે પહોંચેલા અધિકાંશ લોકો અફઘાનિસ્તાન સ્થિત ભારતની સરકારી કચેરીઓના કર્મચારીઓ અને સરકારના વિવિધ પ્રોજેકટ્સમાં કામ કરનારા કર્મીઓ હતા.
જામનગર ખાતે ઇંધણ ભરીને દિલ્હી જવા રવાના થયું હતું
વાયુસેના એરબેઝ ખાતે પહોંચેલું વિમાન જામનગર ખાતે ઇંધણ ભરીને દિલ્હી જવા રવાના થયું હતું. આ સમયે જામનગર એરપોર્ટ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, દંડક કેતનભાઈ ગોસરાણી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, મહાપ્રધાનો પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા, કલેક્ટર સૌરભ પારઘી, પ્રાંત અધિકારી જામનગર શહેર આસ્થા ડાંગર, ડેપ્યુટી ડી.ડી.ઓ પાર્થ કોટડીયા, મામલતદાર અક્ષર વ્યાસ વગેરે અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.