ફાયરિંગની ઘટનામાં પોલીસને પ્રથમ સફળતા મળી હતી. ઈકબાલ ઉર્ફે બાઠિયો અને દાઉદ ઉર્ફે દાવલો ઝડપાયા હતાં. જો કે હજુ ફરારી 4 આરોપીઓ પણ હાથવેંતમાં હોવાનું પોલીસ જણાવી રહી છે. સાથે જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલે પત્રકાર પરિષદમાં લોકોને અપીલ કરી હતી કે જયેશ પટેલ દ્વારા કોઈને હેરાન પરેશાન કરવામાં આવતા હોય તો પોલીસને જાણ કરો.
જામનગર ફાયરિંગ પ્રકરણમાં 2 આરોપીઓ ઝબ્બે
જામનગર: પ્રોફેસર પર ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા કરાયેલા ફાયરિંગના મામલે LCB ટીમે 2 સાગરીતોને ઝડપી પાડ્યા હતાં. પ્રોફેસર પર 6 શખ્સો દ્વારા ફાયરિંગ કરાયું હતું બાદમાં પોલીસે CCTV કેમેરાની મદદથી આરોપીને શોધી કાઢવા માટે ચાર ટીમ બનાવી હતી.
જામનગરમાં ફાયરિંગ પ્રકરણમાં 2 આરોપીઓ ઝડપાયાં, 4 ફરાર
ફાયરિંગ પ્રકરણમાં કોર્પોરેટર અતુલ ભંડેરીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેના હાલ રિમાન્ડ મંજૂર થયા છે, ત્યારે અન્ય બે સાગરીતો ઝડપાતા પોલીસને મોટી સફળતા મળી હતી.