જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 9માં પણ બે દુકાનોમાં તસ્કરો ત્રાટકયા હતા.જામનગરમાં એક જ રાતમાં ચાર દુકાનોના તાળા તૂટતા વેપારીઓ ચિંતીત બન્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જામનગરમાં એક જ રાતમાં તસ્કોરોએ ચાર દુકાનોના તાળા તોડ્યા - ગ્રીન માર્કેટ
જામનગર: જિલ્લામાં ચોરીનો બનાવ દિનપ્રતિદિન વધતો જાય છે.ત્યારે એક જ રાતમાં ચાર દુકાનના તાળા તસ્કોરોએ તોડ્યા હતા.જામનગર શહેરના ગ્રીન માર્કેટમાં ત્રણ દરવાજા પાસે બે અનાજ કરિયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા તેમણે રોકડ સહિતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
જિલ્લામાં ચોરીનો બનાવ દિનપ્રતિદિન વધતો જાય છે.ત્યારે એક જ રાતમાં ચાર દુકાનના તાળા તસ્કોરોએ તોડ્યા હતા.જામનગર શહેરના ગ્રીન માર્કેટમાં ત્રણ દરવાજા પાસે બે અનાજ કરિયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા તેમણે રોકડ સહિતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
જામનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવો વધી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ચોરી ટોળકી વેપારીઓની દુકાનો ટાર્ગેટ કરી રહ્યા છે.જો કે તમામ ચાર દુકાનમાં થયેલી ચોરીમાં રોકડ રકમની ચોરી થઈ છે.ચોર દુકાનમાં પડેલા માલસમાનની ચોરી કરી નથી.પોલીસે સમગ્ર બાબતની વિગત મેળવી આગળની તપાસ શરૂ કરી છે.