જામનગરમાં બે જગ્યાએ વૃક્ષ ધરાશાયી, તંત્રની પ્રિ-મોન્સૂનની કામગીરી પર સવાલ - જામનગર
જામનગર: જામનગરમાં વરસાદના કારણે બે અલગ-અલગ જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જામનગર પંથકમાં છેલ્લા એક મહિનાથી વરસાદ સતત હાથતાળી આપી રહ્યો છે. ત્યારે ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે.
Jamnagar tree fell
જામનગરના એમ.પી.શાહ મેડિકલ કોલેજ અને ડી.કે.વી. કોલેજના કેમ્પસમાં વૃક્ષ વીજવાયર પર ધરાશાયી હતું. શહેરમાં બે જગ્યાએ વૃક્ષ ધરાશાયી થતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બંને વૃક્ષને કાપીને દુર કરવામાં આવ્યા હતા.જામનગરમાં બે દીવસ પહેલા ખોડિયાર કોલોનીમાં મહાકાય વૃક્ષ સ્વીફ્ટ કાર પર પડતા કારને નુકસાન પહોચ્યું હતું. ત્યારે પ્રિ મોન્સૂનની કામગીરી સામે સવાલ ઉભા થયા છે.