જામનગરમાં નકલી પોલીસ બની તોડ કરતી ગેંગ ઝડપાઈ છે. આ નકલી ગેંગમાં PSI, મહિલા હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિત કુલ ત્રણને પોલીસે ઝડપી પાડ્યા છે. પરંતુ આ ગેંગની મુખ્ય સૂત્રધાર મહિલા હજુ પોલીસ પકડથી દૂર છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર ખંભાળિયા ગેટ પોલીસે આ નકલી પોલીસની ગેંગ પાસેથી રૂપિયા 11 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. જામનગરમાં નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં નકલી પોલીસ બની લોકોના ખિસ્સા ખંખેરતી ગેંગ ઝડપાઈ - GUJARATI NEWS
જામનગરઃ જામનગરમાં નકલી PSI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ બની લોકોને લૂંટતી ગેંગ ઝડપાઈ છે. પોલીસે બાતમીના આધારે આ ટોળકીને ઝડપી તેમની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
લાલપુર બાયપાસ ચોકડી પાસેથી ઝડપાયેલી નકલી પોલીસની ગેંગ પાસેથી એક્સેસ ગાડી, એક બ્રેઝા કાર, બજાજ મોટરસાયકલ, ચાર મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ 11,57,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જામનગર શહેરના લાલપુર બાયપાસ નજીક આ ટોળકી ઉભી હોવાની પોલીસને બાતમી મળી હતી. ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના PSI વૈશાલીબેન આહીરે બાતમીના આધારે શોધખોળ આદરી હતી અને ત્રણેય રંગે હાથે ઝડપાઈ ગયા છે. આ ત્રણ પૈકી ગોગનભાઈ બંધીયા, અંકિતાબેન પુરોહિત અને વિશ્વરાજસિંહ જાડેજા ત્રણેય આરોપીઓની પોલીસે અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.