ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં માલધારી સમાજનો ૧૨મો સમૂહલગ્નોત્સવ યોજાયો - jamnagar latest news

જામનગરમાં પંચકોશી સમસ્ત ભરવાડ સમાજ ગોપાલક-માલધારી સમૂહ લગ્ન સમિતિ દ્વારા ૧૨માં સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ભરવાડ સમાજની વર્ષોથી ચાલી આવતી આ રીતીને શ્રેષ્ઠ ગણાવી હતી. આ તકે ભરવાડ સમાજના નવદંપતીઓને આશિર્વચન પાઠવવા રાજ્યપ્રધાન વાસણભાઇ આહિર, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ તેમજ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર
જામનગર

By

Published : Feb 5, 2020, 2:13 PM IST

જામનગરમાં પંચકોશી સમસ્ત ભરવાડ સમાજ ગોપાલક-માલધારી સમૂહ લગ્ન સમિતિ દ્વારા ૧૨માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ભરવાડ સમાજની વર્ષોથી ચાલી આવતી આ રીતીને શ્રેષ્ઠ ગણાવી હતી અને કહ્યું હતું કે, સમૂહ લગ્ન સમાજમાં આવકારદાયક પગલું છે. લગ્નમાં વધુ ખર્ચ અને તેના કારણે ઉત્પન્ન થતાં કુરિવાજોને તિલાંજલી આપી સમૂહ લગ્નને લગ્નોત્સવમાં પરિવર્તિત કરનાર સમાજની વિચારધારાની રાજ્યપ્રધાનએ પ્રશંસા કરી હતી.

આ તકે, ભરવાડ સમાજના નવદંપતીઓને આશિર્વચન પાઠવી રાજ્યપ્રધાન વાસણભાઇ આહિરએ સમાજને નિર્વ્યસની બનવાની અને શિક્ષણનો વ્યાપ વધારવાની સાથે જ કન્યા કેળવણીમાં અગ્રસર બની સરકારની વિવિધ યોજનાઓના લાભ લઇ સમાજના ઉત્થાનમાં સહભાગી બનાવવાનો અનુરોધ કર્યો હતો, સાથે જ ગુજરાત સરકાર દ્વારા કન્યાકેળવણી માટે સરકાર ઓછા દરે જમીન આપી છાત્રાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવા સહકાર આપી રહી છે, તેનો લાભ મેળવવા સમાજને અપીલ કરી હતી. રાજ્ય સરકારની કુંવરબાઈનું મામેરુ તેમજ “સાત ફેરા સમૂહ લગ્ન” સરકારની યોજના સહિતની સામાજિક સેવાની યોજનાની ફળશ્રુતિ કહી હતી.

જામનગરમાં માલધારી સમૂહ લગ્ન સમિતિ દ્વારા ૧૨માં સમૂહલગ્નોત્સવનું આયોજન કરાયુ

આ પ્રસંગે ધારાસભ્યશ્રી રાઘવજીભાઇ પટેલએ સમાજને નવો રાહ ચીંધી વિકાસ કરતા આ લગ્નોત્સવ માટે સમાજને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ૧૧૩ દિકરીઓને કુંવરબાઇના મામેરા યોજના અંતર્ગત રાજ્યપ્રધાન વાસણભાઇ આહિરના હસ્તે રૂ. ૨૬ લાખ ૬૦ હજારના પ્રતિકરૂપ ચેક સમૂહ લગ્ન સમિતિને અર્પણ કરવામાં આવ્યો હતો. સમાજ દ્વારા સમૂહલગ્નોત્સવ સાથે બ્લડ ડોનેશન કેમ્પ, સામાજીક સંદેશાઓના પ્રદર્શનનું આયોજન કરાયું હતુ અને સંપૂર્ણ શામિયાણામાં ૧૦૮ બેટી બચાવોને લગતા સૂત્રો અંકિત કરાયા હતા. સમૂહલગ્નમાં એક પણ યુગલ સગીર વયનું ના હોવા સાથે જ ભરવાડ સમાજે બાળલગ્ન, ક્ન્યા વિક્રય અને ભૃણ હત્યાને જાકારો આપવા પ્રતિજ્ઞા લીધી હતી. સમૂહ લગ્નના દાતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓનું મહાનુભાવોના હસ્તે બહુમાન કરાયું હતુ.

સમૂહલગ્નોત્સવમાં ભરવાડ સમાજના ધર્મગુરૂ પ. પૂ. ઘનશ્યામપુરીજી, મહંત રઘુબાપા, ગુજરાત રાજ્યના ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, ગોપાલક વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ અરજણભાઈ રબારી, ઉપાધ્યક્ષ દિનેશભાઈ ટોળીયા, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશી, પી.બી વસોયા, વિનુભાઈ ભંડેરી, હેમલભાઈ ચોટાઈ, ગોપાલક સમાજના મુખ્યદાતા ગોરધનભાઈ સરસીયા વગેરે ગોપાલક અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details