જામનગરમાં હિન્દુઓ પર હુમલા થઈ રહ્યાં હોવાથી બજરંગ દળ, હિન્દુ સમાજ, શિવસેના અને રાજપૂત સેનાએ શુક્રવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતુ, જેમાં છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ હિન્દુઓ પર જીવલેણ હુમલા થયા હોવાનું જણાવ્યું છે.
જામનગરમાં હિન્દુ સેના દ્વારા SPને આવેદનપત્ર પાઠવાયું - attact
જામનગરઃ જિલ્લામાં શુક્રવારે હિન્દુ સેના દ્વારા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. શહેરમાં હિન્દુઓ પર વધી રહેલા હુમલા અંગે બજરંગ દળ અને હિન્દુ સેના ચિંતિત હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું હતુ.
થોડા દિવસ પહેલા હિન્દુ સેનાના સૈનિક પર પાંચ લોકોએ હુમલો કર્યો હતો, હુમલામાં ઘવાયેલા હિન્દુ સેનાના સૈનિકને સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત એક વકીલ પર પણ હુમલાની ઘટના બની હતી. આ ઘટનાઓ સંદર્ભે હિન્દુ સેના ચિંતિત હોવાનું જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર થકી જણાવ્યું છે.
આ સંદર્ભે આવેદનપત્ર થકી હિન્દુ સેનાએ માંગ કરી છે કે, હિન્દુ પર થતા હુમલાઓ અટકાવવામાં આવે અને જે લોકો હુમલા કરે છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જામનગર શહેરમાં દારૂ-જુગાર, વ્યાજખોર ,ગુંડાગર્દી ,દાદાગીરી વગર ખુલ્લેઆમ ચાલતું હોય તેમજ હિન્દુ બહેન દીકરીઓની છેડતી ,લવ જેહાદ જેવા બનાવો પણ સામે આવી રહ્યા છે. જમીન પચાવી પાડવી,ગેરકાયદેસર કબજો લેન્ડ જેહાદ જેવા બનાવોએ જોર પકડયું છે.