ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરની કન્યા શાળામાં મઝાર દૂર કરવા હિન્દુ સેનાએ શિક્ષણ અધિકારીને આપ્યું આવેદન

જામનગરમાં હિન્દુ સેના દ્વારા સ્કૂલમાં મઝાર દૂર કરવા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે, જામનગરના સજુબાની કન્યા શાળામાં રાતોરાત મઝાર બનાવી દેવામાં આવી હતી. આ મઝારના કારણે અહીં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને ડિસ્ટર્બ થતું હોવાની અવાર-નવાર રાવ ઉઠી છે.

officer
જામનગર

By

Published : Mar 5, 2020, 1:16 PM IST

Updated : Mar 5, 2020, 1:46 PM IST

જામનગર: ન્યુ સ્કૂલ ખાતે આવેલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ હિન્દુ સેનાના સભ્યો એકઠા થયા હતા. તેમજ સૂત્રોચ્ચાર કરી જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક આ મજાર દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

જામનગરમાં સજુબા સ્કૂલમાં બનેલ મઝાર દૂર કરવા હિન્દૂ સેનાએ શિક્ષણ અધિકારીને આપ્યું આવેદનપત્ર

શહેરમાં આવેલ સજુબા સ્કૂલમાં રાજાશાહી વખતથી અભ્યાસ કરાવવામાં આવે છે. જામનગરની એકમાત્ર ગર્લ સ્કૂલ છે. જ્યાં માત્ર વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે, ત્યારે આ મઝાર વિદ્યાર્થિનીઓ માટે માથાનો દુઃખાવો બની છે.

Last Updated : Mar 5, 2020, 1:46 PM IST

ABOUT THE AUTHOR

...view details