ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં ભારે વરસાદથી પાક નિષ્ફળ જવાની ભીતિ, ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા - gujarati news

જામનગરઃ જિલ્લામાં ભારે વરસાદથી મોટાભાગના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જેથી કપાસ અને મગફળીના પાકને વિવિધ રોગથી નુકશાન થવાની ભીતિ જણાઈ રહી છે.

crop failure in jamanagar

By

Published : Aug 13, 2019, 12:25 PM IST

જામનગર જિલ્લામાં વધારે વરસાદ આધારિત ખેતી કરવામાં આવે છે. કારણ કે, જામનગરમાં સિંચાઈની કોઈ વ્યવસ્થા જોવા મળતી નથી. જેથી ખેડૂતો મોટા ભાગે રોકડીયા પાક પર વધુ આધાર રાખે છે. ગત્ અઠવાડીયામાં જામનગરમાં પડેલા ભારે વરસાદે અનેક રોગોને આમંત્રણ આપ્યું છે. ત્યારે જામનગરના મોટાભાગના ખેડૂતો મુશ્કેલીમં મુકાયા છે. ખાસ કરીને જામનગરમાં કપાસ, મગફળી, તલ, અડદ, તેલેબીયાનું વાવેતર ખેડૂતોએ કર્યું છે.

જામનગરમાં ભારે વરસાદથી પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ

આ વર્ષે જામનગર જિલ્લામાં કપાસનું વાવેતર 1 લાખ 40 હજાર હેક્ટરમાં, મગફળીનું વાવેતર 1 લાખ 55 હજાર હેક્ટરમાં, તલનું વાવેતર 10 હજાર હેક્ટરમાં અને મગ-અડદનું વાવેતર પણ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે. આમ જામનગર પંથકમાં પાછતરા વરસાદને કારણે હજુ પણ ઘણા ખેડૂતો વાવેતર કરી રહ્યા છે. જેથી ભારે વરસાદના કારણે મુખ્યત્વે કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન થવાની શક્યતાઓ છે.

ABOUT THE AUTHOR

...view details