જામનગર : જામનગરના રાજવી પરિવારના જામસાહેબ શત્રુશલ્યસિંહજી મોટા બહેન હર્ષદકુમારીબાનું બિમારી બાદ નિધન થયું છે. પરિણામે જામનગરના રાજવી પરિવારમાં શોકની (Death in the Royal Family of Jamnagar) લાગણી પ્રસરી છે. રાજવી પરિવારના હર્ષદકુમારીબા ઘણા સમયથી બીમાર હતા. મલ્ટી ઓર્ગન ફેલ્યોર કારણે તેમને સારવાર માટે એર લિફ્ટ કરી અમદાવાદ એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
શિક્ષણ અને સાંસ્કૃતિક તથા શૈક્ષણિક ક્ષેત્રે ખુબજ સક્રિયા હતા
સારવાર દરમિયાન આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હર્ષદકુમારીબાના નિધનથી જામનગરના રાજવી પરિવાર તેમજ નિકટના વર્તુળોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. તે સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રે સક્રિય હતા. ઐતિહાસિક વારસાનું જતન કરતી સંસ્થા ઇન્ટેક સાથે તેઓ વર્ષોથી સંકળાયેલા રહ્યા હતા. આ ઉપરાંત જામનગરના શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપનાર સત્યસાઇ શોમાં પણ તે કર્તાધર્તા હતા. શિક્ષણ અને ધરોહરની જાળવણી માટે તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.
આ પણ વાંચોઃ Possibility of a cyclone in Jamnagar : માછીમારોને પરત લાવવાની કામગીરી શરુ