જામનગર માર્કેટિંગ યાર્ડના વેપારીઓ માંગ કરી રહ્યા છે કે, TDSમાં 2 ટકા વધારવામાં આવે. પરંતુ સરકાર દ્વારા વેપારીઓની માંગણીઓ સ્વીકારવા ન આવતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
જામનગરમાં હાપા માર્કટ યાર્ડ બે દિવસથી બંધ,TDS મામલે વેપારીઓમાં નારાજગી - TDS
જામનગર: શહેરમાં હાપા માર્કેટિંગ યાર્ડ આજે પણ બંધ રાખવામાં આવ્યું છે. વેપારીઓ દ્વારા TDS મામલે વિરોધ કરવામાં આવતા સતત બીજા દિવસે માર્કેટીંગ યાર્ડ બંધ હાલતમાં છે.હાપા માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ રાખવામાં આવી હતી. હરાજી બંધ રાખવામાં આવતા કરોડોનું ટર્ન ઓવર ઠપ થયું હતુ.
etv bharat jamnagar
માર્કેટીંગ યાર્ડના વેપારીઓ પહેલા પણ રાજ્ય સરકારમાં પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરી હતી. રાજ્ય સરકાર દ્વારા માર્કેટિંગ યાર્ડના વેપારીઓની કોઈ માંગણી સ્વીકારવામાં ન આવતા અંતે હાપા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ સતત બે દિવસ સુધી હરાજી બંધ રાખી અને વિરોધ કર્યો હતો.