જામનગરમા જાજરમાન ગુજરાત ગૌરવ દિનની ઉજવણી જામનગર :જામનગર શહેરના આંગણે ગુજરાત ગૌરવ દિવસની જાજરમાન ઉજવણી થવા જઇ રહી છે. શહેરના ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધી ભવ્ય પરેડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 1લી મે ના પોલીસ પરેડ લોકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત પરેડમાં ગુજરાતની અસ્મિતા, હાલારની સંસ્કૃતિ, તેમજ લોકનૃત્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરેડમાં ચેતક કમાન્ડો પ્લાટુન, બુલેટપ્રુફ લેક ગાડી, અશ્વદળ પણ આકર્ષણ બની રહેશે.
આ પણ વાંચો :Gujarat Gaurav Din in Patan : અહીં યોજાશે પહેલીવાર રાજ્ય સ્થાપના દિવસ સમારોહ, જાણો કેવો છે તંત્રનો ધમધમાટ
પરેડમાં સહભાગી થશે આ 19 પ્લાટુન :પરેડમાં ઉજવણી અંતર્ગત 19 પ્લાટુનમાં 800 જવાનો ભાગ લઇ રહ્યા છે. જેમાં રાજકોટ શહેર પોલીસ મહિલા પ્લાટુન, જામનગર જિલ્લા અને સુરેન્દ્રનગર પોલીસ મહિલા પ્લાટુન, ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટુન, રાજકોટ ગ્રામ્ય અને મોરબી જિલ્લા પોલીસ પુરુષ પ્લાટુન, દેવભૂમિ દ્વારકા જિલ્લા અને પોરબંદર જિલ્લા પોલીસ પુરુષ પ્લાટુન, ગુજરાત જેલ વિભાગ પુરુષ પ્લાટુન, જેમાં ગાંધીનગરની ચેતક કમાન્ડો, એસ.આર.પી. બેન્ડ પ્લાટુન, ચેલા અને બાલાનિવાવ પ્લાટુન, ચેતક કમાન્ડોની બુલેટ પ્રૂફ રક્ષક ગાડીનો ટેબ્લો, ગુજરાત મરીન કમાન્ડો પ્લાટુન, એસ.આર.પી. બેન્ડ પ્લાટુન, રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ પુરુષ પ્લાટુન, જામનગર જિલ્લા હોમગાર્ડ પુરૂષ તેમજ ગ્રામ રક્ષક દળ પ્લાટુન, જામનગર જિલ્લા એન.સી.સી. પ્લાટુન, જામનગર જિલ્લા એસ.પી.સી. પ્લાટુન તેમજ અશ્વદળ પ્લાટુનનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો :Garvi Gujarat Train: શા માટે શરૂ કરવામાં આવી ગરવી ગુજરાત ટુરિસ્ટ ટ્રેન, જાણો શું છે તેની વિશેષતાઓ અને સુવિધાઓ
પરેડમાં આકર્ષક લોકનૃત્યોનો સમાવેશ :સાથે સાથે પરેડમાં ગુજરાતની અસ્મિતા તેમજ હાલારની સંસ્કૃતિને ઉજાગર કરતાં સાંસ્કૃતિક લોકનૃત્યોનો સમાવેશ કરાયો છે. જેની અંદર ગુજરાત પોલીસની મહિલા તલીમાર્થીઓ દ્વારા ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતા લોકપ્રિય ગરબા, એસ.આર.પી. જુથ 13 રાજકોટના તાલીમાર્થીઓ દ્વારા હાલાર પંથકની અસ્મિતાને ઉજાગર કરતા દાંડીયા રાસ, ઉત્તર ગુજરાતનું લોક નૃત્ય રૂમાલ નૃત્ય રજુ કરશે .એસ.આર.પી. અને જેલ પોલીસના તાલીમાર્થીઓ, ગુજરાતના અંતરીયાળ અને ડુંગરાળ વિસ્તારમાં રહેતા વનબંધુઓનુ આદીવાસી નૃત્ય રજુ કરશે. એસ.આર.પી. જુથ-9 વડોદરાના તાલીમાર્થીઓ જોડાશે.