ગુજરાત

gujarat

ETV Bharat / state

આ ગામમાં એક પણ મત પેટીમાં ન પડ્યો! મર્યાદાને લઈને મતદાનનો કર્યો બહિષ્કાર

જામજોધપુરના ધ્રાફા ગામમાં મતદાનનો બહિષ્કાર (Boycott voting in Dhrafa village) કરવામાં આવ્યો છે. ધ્રાફા ગામમાં એક પણ મત પેટીમાં ન પડતા આશ્ચર્યજનક દ્રશ્ય સામે (Jamnagar First Phase Poll 2022) આવ્યું છે. મળતી માહિતી મુજબ મર્યાદાને લઈને ગ્રામજનોએ મતદાન બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. (Gujarat Assembly Election 2022)

આ ગામમાં એક પણ મત પેટીમાં ન પડ્યો! મર્યાદાને લઈને મતદાનનો કર્યો બહિષ્કાર
આ ગામમાં એક પણ મત પેટીમાં ન પડ્યો! મર્યાદાને લઈને મતદાનનો કર્યો બહિષ્કાર

By

Published : Dec 2, 2022, 2:38 PM IST

જામનગર :રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદારને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા (Boycott voting in Dhrafa village) મળી રહ્યો હતો. ત્યારે જામનગરમાં ધ્રાફા ગામે આ વખતે મતદાન રદ કરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા હતા. ગ્રામજનો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. ધ્રાફા ગામમાં લોકોએ મર્યાદાને લઈને મતદાન બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. (Jamnagar First Phase Poll 2022)

શું હતો સમગ્ર મામલો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં (Boycott voting in Jamnagar) આઝાદી પછીની પહેલી ચૂંટણી વખતે કેન્દ્ર સરકાર દ્વારા બે અલગ અલગ મતદાન બુથની ફાળવણી કરવામાં આવી હતી. એક મહિલા માટે અને એક પુરુષો માટે, આનું મુખ્ય કારણ એ હતું કે, આ ગામમાં રાજપૂતોની વસ્તીનું રાજાશાહી ગામ છે. હાલમાં પણ મર્યાદામાં માને છે, એટલે સ્ત્રીઓ મતદાન કરી શકે તે માટે અલગ મતદાન બુથ આપેલું હતું. પરતું આ વખતે કઈક અલગ દ્રશ્યો સામે આવ્યા છે. (Boycott voting in Gujarat)

ગ્રામજનોએ કર્યો વિરોધ આ વખતની ચૂંટણમાં કોઈ ચૂંટણી અધિકારીએ ગ્રામજનો સરપંચ કે કોઈ ગામના અગ્રણીને જાણ કર્યા વગર આ સ્ત્રી માટેના બુથને કેન્સલ કરીને એક જ સામાન્ય મતદાન બુથ કરી નાખ્યું હતું. જેને લઈને સમગ્ર ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો (Voters in Jamnagar) હતો. એ જ સમયે સમસ્ત ગામના અગ્રણી અને ગ્રામજનોએ મીટીંગ કરી હતી. જો અલગ સ્ત્રીનું મતદાન બુથ ફરી કાયમી માટે શરૂ નહી કરે તો આવનારી બધી ચૂંટણીમાં ગ્રામજનો દ્વારા મતદાનનો બહિષ્કાર કરશે. આ અંગે પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, અગાઉ કલેકટર કચેરીએ લેખિત જાણ કરી હતી. જોકે વર્ષોથી અહીં મહિલાઓ માટે અલગ મતદાન મથક બનાવવામાં આવતું હતું, પણ આ વખતે બનાવવામાં ન આવ્યું. જેના કારણે મત ન આપવાનો સામૂહિક નિર્ણય કરવામાં આવ્યો હતો. (Gujarat Assembly Election 2022)

ABOUT THE AUTHOR

...view details