ગુજરાત

gujarat

ETV Bharat / state

જામજોધપુર કસ્ટોડીયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા

જામનગરઃ ગુજરાતભરમાં ભારે ચકચાર મચાવનાર જામજોધપુર કસ્ટોડીયલ ડેથ કેસમાં સસ્પેન્ડેડ IPS સંજીવ ભટ્ટ સહિત સાત આરોપી સામેના કેસનો આજે જામનગરની સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી છે. આ સિવાય પ્રવિણ ઝાલાને પણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

By

Published : Jun 20, 2019, 11:49 AM IST

Updated : Jun 20, 2019, 3:10 PM IST

સંજીવ ભટ્ટ

મહત્વનું છે કે, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં 29 વર્ષ પહેલા કોમી હુલ્લડમાં થયાં હતાં. જેમાં અનેક લોકોની પોલીસે અટકાયત કરી હતી. જે દરમિયાન 30 ઓક્ટોમ્બર, 1990ના રોજ પોલીસે કર્ફ્યુ દરમિયાન હિંસા ફેલાવવા અને તોડફોડ કરવા મામલે 133 વ્યક્તિની ટાડા હેઠળ ધરપકડ કરી કથિત રીતે માર મારવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમને કોર્ટમાં રજુ કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યાં હતાં.

8મી નવેમ્બરના રોજ તેમને જામીન મળતા પ્રભુદાસ માધવજી વૈષ્ણનાની અને તેનો ભાઇ રમેશ માધવજી બન્નેને સારવાર માટે રાજકોટની ગોંધીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રભુદાસનું મૃત્યુ થયું હતું, જયારે રમેશભાઇની કીડની ફેઇલ થઇ ગઇ હતી. જેમાં તેઓ સારવાર દરમિયાન બચી ગયા હતા. આ ઘટના બાદ તેમના ભાઇ અમૃતલાલે પોસ્ટ મોર્ટમ કરવા માટે મંજૂરી માંગી હતી અને ફરિયાદ દાખલ કરતા સીઆઇડી ક્રાઇમે તપાસ કરી ચાર્જશીટ દાખલ કરી હતી.

જામજોધપુર કસ્ટોડીયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા

આ કેસ 30 વર્ષ સુધી ચાલ્યા બાદ આજે ચુકાદો આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ કોર્ટે પોતાના ચુકાદામાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કદેની સજા ફટકારી છે. આ સિવાય પ્રવિણ ઝાલાને પણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટ, તત્કાલીન પીએસઆઇ શૈલેષ પંડ્યા, દિપક શાહ, કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલા, પ્રવિણસિંહ જાડેજા, અનોપસિંહ જેઠવા અને કેશુભા જાડેજા સામે આરોપ કરાયા હતાં. આજે સેસન્સ કોર્ટના જજ વ્યાસે ચુકાદો આપ્યો હતો.

Last Updated : Jun 20, 2019, 3:10 PM IST

ABOUT THE AUTHOR

...view details