ગુજરાત

gujarat

ETV Bharat / state

યોગ ડે ના દિવસે જામનગરમાં લાખોટા તળાવની પાળે એકસાથે 10 હજાર લોકો કરશે યોગ - mansukh solanki

જામનગર: પાંચમા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુરુવારના રોજ સવારે 6 વાગ્યે રણમલ તળાવ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આવતીકાલે યોગ દિવસની ઉજવણી થશે તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી.

જામનગર

By

Published : Jun 20, 2019, 10:10 AM IST

જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર સતીષ પટેલ તેમજ ડેપ્યુટી કલેકટર અને અન્ય અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જામનગરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. યોગ દિવસની ઉજવણી નિમિત્તે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જામનગરમાં આવતીકાલે તળાવની પાળે એકસાથે 10 હજાર લોકો યોગ કરશે. આ યોગામાં આર્મી નેવી અને એરફોર્સના તેમજ NCC ના વિદ્યાર્થીઓ પણ જોડાશે. સાથે સાથે વિવિધ સંસ્થાઓના સભ્યો પણ તળાવની પાળે યોગ કરશે.

યોગ ડે ના દિવસે જામનગરમાં લાખોટા તળાવની પાળે એકસાથે 10 હજાર લોકો યોગ કરશે

આવતીકાલે વહેલી સવારે 6 વાગે લાખોટા તળાવની પાળે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. વિશ્વભરમાં પાંચમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે જામનગરમાં પણ યોગ દિવસ અનોખી રીતે ઉજવવામાં આવે તે માટે તંત્ર દ્વારા તમામ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details