ગુજરાત

gujarat

ETV Bharat / state

કાલાવડમાં તંત્રની બેદરકારીના કારણે લોકો ગંદુ પાણી પીવા મજબૂર

જામનગરઃ જિલ્લાના કાલાવડના ગ્રામજનો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે. તંત્રની બેદરકારીને સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. દૂષિત પાણી અંગે તંત્રમાં અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત છતા કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે સ્થાનિકોને ગંભીર રોગનો ભોગ બની રહ્યાં છે.

જામનગરના કાલાવડમાં લોકો ગંદૂ પાણી પીવા મજબૂર

By

Published : Jul 17, 2019, 7:47 AM IST

કાલાવાડ નગરપાલિકામાં કરોડો રૂપિયા બજેટ ઠલવાયા બાદ પણ સ્થાનિકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. પાલિકા પાસે પાણી શુદ્ઘ કરવાના 2 ફિલ્ટર પ્લાન્ટ હોવા છતા તંત્રની અણઆવડતને કારણે લોકો આરોગ્ય માટે હાનિકારક પાણી પીવા માટે મજબૂર છે.

જામનગરના કાલાવડમાં લોકો ગંદૂ પાણી પીવા મજબૂર

ફિલ્ટર પ્લાન્ટ 6 વર્ષથી બંધ હોવા છતા તેના સમારકામ અને દેખરેખ ઉપરાંત ક્લોરિન અને ફટકડીના બિલ બનાવી પાલિકા દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ અંગે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગણી ઉઠી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details