જામનગર: જામજોધપુરના વરવાળા ગામથી જામનગર લગ્ન પ્રસંગે આવી રહેલા કુટુંબને અકસ્માત નડ્યો હતો. ગાડીના ડ્રાઇવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. લાલપુર ભણગોર હાઇવે પર પુર ઝડપે આવી રહેલા છોટા હાથી એકાએક પલટી મારી જતા બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા છે.
જામનગરના ભણગોર નજીક અકસ્માત, 2ના મોત, 7 ઘાયલ - અકસ્માત ન્યૂઝ
લાલપુર પાસે ભણગોરના પાટીયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતાં 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા છે, જ્યારે 7 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
જામનગર
આ અકસ્માતમાં 2 પુરુષોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે, જ્યારે મહિલા બાળકો સહિતના 7 લોકો ગંભીર રીતે ઘવાયા છે. જેમને સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.