ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં શહેરીજનો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન જામનગર: ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા બે લાખ રાષ્ટ્રધ્વજનું વિનામૂલ્ય વિતરણ શરૂ કરાયું છે. શહેરના જુદા જુદા દસ જેટલા સ્થળોએથી લોકોને વિનામૂલ્યે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ધ્રોલ ખાતે કળશ યાત્રા તથા તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું.
શહેરીજનો દ્વારા હર્ષોલ્લાસ સાથે શહેરના તમામ વોર્ડને આવરી લેતી કળશ યાત્રા તથા તિરંગા યાત્રાનું આયોજન તિરંગા યાત્રા સાથે વિશાળ રેલી: આગામી 14 ઓગસ્ટના રોજ ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં “મારી માટી મારો દેશ” કાર્યક્રમની ઉજવણી થવાની છે. જે કાર્યક્રમ પૂર્વે જ નગરજનોમાં અનેરા ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. સમગ્ર ધ્રોલ શહેર જાણે રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમ પૂર્વે ધ્રોલના શહેરીજનો દ્વારા હર્ષોલ્લાસ સાથે શહેરના તમામ વોર્ડને આવરી લેતી કળશ યાત્રા તથા તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં અબાલ વૃદ્ધ સૌ ઉત્સાહભેર સહભાગી થયાં હતાં. શાળાના વિદ્યાર્થીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે યોજેલ રેલી સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની હતી.
રાષ્ટ્રધ્વજનું વિનામૂલ્ય વિતરણ: લોકોની સરળતા માટે શહેરમાં 10 મહત્વના સ્થળો પર જામનગર મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાના સખી મંડળના બહેનો દ્વારા તળાવની પાળ ગેટ નંબર -1, એમ્યુઝમેન્ટ પાર્ક, ડીકેવી સર્કલ પાસે, ચાંદી બજાર, હવાઈચોક, પંપ હાઉસ લાલપુર રોડ, એસટી બસ સ્ટેન્ડ, રણજીત નગર સિવિક સેન્ટર પાસે તારીખ 14 ઓગસ્ટ સુધી સવારે 10:30 થી 1. 30 વાગ્યા સુધી અને બપોરે 4:00 વાગ્યા થી સાંજે 7:00 વાગ્યા સુધી રાષ્ટ્રધ્વજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.
હર ઘર તિરંગા કાર્યક્રમની થશે ઉજવણી: જામનગર શહેરમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત સરકારી, ખાનગી, ઇમારતો વેપારી કે ગૃહો પર તમામ નગરજનો દ્વારા પોતાના મકાનો પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે. જામનગર મહાનગરપાલિકા યુ.સી.ડી. વિભાગના પ્રોજેક્ટ ઓફિસરે સર્વે નગરજનો પોતાના નજીકના સ્થળ પરથી રાષ્ટ્રધ્વજ મેળવી શકશે જેની નોંધ લેવા વિનંતી કરી છે.
- Independence day 2023: લાલ કિલ્લા પરથી જ વડાપ્રધાન કેમ ફરકાવે છે તિરંગો, જાણો શું છે તેનો ઈતિહાસ
- Independence Day 2023: શું તમે ક્યારેય વિચાર્યું છે કે તિરંગામાં વપરાયેલ રસ્સી ક્યાંથી આવે છે? જાણો તેનો રસપ્રદ ઇતિહાસ