જેમાં દેશના યુવાનો અને બાળકોમાં ફિટનેસ રહે તે ઉદ્દેશ્યથી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયા મુવમેન્ટને લોન્ચિંગ કર્યું હતું. દેશમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે વડાપ્રધાને સ્વચ્છ ભારતને પણ અગાઉ લોન્ચ કરી ચૂક્યા છે અને તેને સારો પ્રતિસાદ મળ્યો છે.
જામનગરમાં ફિટ ઇન્ડીયા મુવમેન્ટને મળ્યો સારો પ્રતિસાદ
જામનગરઃ દેશના હોકીના મહાન ખેલાડી ધ્યાનચંદનો જન્મદિવસ 29 ઓગષ્ટને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે જામનગરમાં રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ડે નિમિતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 29 ઓગષ્ટ રાષ્ટ્રીય ખેલ દિવસ અંતર્ગત ફિટ ઇન્ડિયા મુવમેન્ટ કાર્યક્રમ ધન્વંતરી એડોટોરીયમ ખાતે યોજાયો હતો.
fit india movement
આજના ભાગદોડ ભર્યા સમયમાં લોકો પોતાના શરીરનું ફિટનેસ જાળવી શકતા નથી. ત્યારે લોકો પોતાના શરીરને સ્વસ્થ અને સુડોળ બનાવી રાખવા માટે સમય કાઢે અને દિવસ દરમિયાન વિવિધ કસરત કરી શરીરને ફિટ રાખી શકે છે તે માટે આયોજન કરાયું છે.
આ કાર્યક્રમમાં મેયર હસમુખ જેઠવા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશી, નાયબ કલેક્ટર રાજેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા રમત ગમત અધિકારી નિતાબા વાળા ઉપસ્થિત રહ્યા હતાં.