જામનગર : જખૌથી આવેલા માછીમારોને બેડી બંદરે ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાં વર્તમાનમાં મળેલી માહિતી મુજબ કલેક્ટર અને કમિશનર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
જામનગરમાં 119 માછીમારોને બોટમાં જ ક્વોરેન્ટાઈન કરાયા - જામનગર કોરોના ન્યૂઝ
સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાઈ છે. દુનિયાના લગભગ 190 દેશો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ભારતમાં કોરોના પોઝિટીવ કેસનો આંકડો 900 પાર કરી ગયો છે અને 19 લોકોના મોત થયાં છે, ત્યારે આ વચ્ચે ગુજરાતમાં પણ 53 કેસ પોઝિટીવ સામે આવ્યા છે અને 4 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતના રાજ્યના દરેક જિલ્લા ઓછામાં ઓછા પ્રભાવિત થાય તેના માટે રાજ્ય સરકાર સતર્ક છે. જેના પગલે જામનગરમાં જખૌથી આવેલા બેડી બંદરે 119 માછીમારોને બોટમાં જ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે.
119 માછીમારોને બોટમાં ક્વૉરેન્ટાઈન કરાયા
કોરોનાની મહામારીથી દુનિયાના મોટા ભાગના દેશો પીડિત છે અને વાઈરસનો વ્યાપ પણ વધી રહ્યો છે. ખાસ કરીને વિદેશથી આયાત થયેલો આ ચેપી રોગ સ્થાનિક લોકોમાં પણ ફેલાઈ રહ્યો છે. જ્યારે જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરિયો ખેડવા ગયેલા 119 જેટલા માછીમારોને બેડી બંદર ખાતે હોમ ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે.