જામનગરની કોટન મીલમાં આગ, ફેક્ટરીને લાખો રૂપિયાનું નુકસાન - gujarat
જામનગરઃ રાજકોટ હાઈવે પર રામપર ગામના પાટિયા પાસે આવેલી એક કોટન મીલમાં મંગળવારે વહેલી સવારે શોર્ટ સરકીટ થવાના કારણે આગ લાગી હતી અને આગે જોતજોતામાં મોટુ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. ફાયર બ્રિગેડની ટીમે ત્રણ કલાકની જહેમતથી આગને કાબુમાં લીધી હતી. આગના કારણે ફેકટરીને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
સ્પોટ ફોટો
આગના બનાવની વિગત અનુસાર, જામનગર રાજકોટ ધોરી માર્ગ પર રામપર ગામના પાટિયા પાસે આવેલી કાવેરી કોટન નામની ફેકટરીમાં મંગળવારે સવારે 6 વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી અને આગને કારણે મશીનરી તેમજ તૈયાર રૂની ગાંસડીઓ સળગવા લાગી હતી. આગના આ બનાવ અંગે ફેકટરીના સંચાલક વિનોદભાઇ દ્વારા તુરંત જ જામનગરની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.