જામનગરમાં કમિશ્નર સતીષ પટેલના આદેશ બાદ તમામ જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ જે કોમ્પલેક્ષ અને શાળા-કોલેજોમાં રાખવામાં આવ્યા નથી. તે તમામને નોટિસ પણ પાઠવવામાં આવી છે.
જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ ફાયર સેફ્ટીના સાધનો વિહોણી - mansukh Solanki
જામનગર: સુરતના અગ્નિકાંડ બાદ જામનગર મહાનગરપાલિકા દ્વારા જ ફાયરસેફ્ટીના સાધનોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જોકે જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજ ફાયર સેફ્ટી વિહોણી છે. એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડિન ઓફીસમાં જ ફાયર સેફ્ટીના સાધનો નથી.
જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ ફાયર સેફ્ટીના સાધનો વિહોણી
જામનગરની ખ્યાતનામ એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં જ ફાયર સેફ્ટીના સાધનો રાખવામાં આવ્યા નથી. અહીં નર્સિંગના તેમજ MBBSના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે વાંધો એ છે કે, જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકરે પણ શહેરમાં ફાયર સેફ્ટીના સાધનોની તપાસ કરી હતી.