ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરની રેસ્ટોરન્ટમાં લાગી આગ, જાનહાની ટળી - ground floor

જામનગરઃ શહેરના બેડીગેટ ત્રણ બત્તી વિસ્તારમાં બરફના કારખાના પાસે આવેલા રામ ડેરી રેસ્ટોરન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ ટીમને થતાં તુરંત ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી છે.

રામ ડેરી રેસ્ટોરન્ટ

By

Published : May 27, 2019, 4:11 PM IST

જો કે, આ આગમાં કોઈ જાનહાની થઈ નથી, પણ ગ્રાઉન્ડ ફ્લોરમાં રાખવામાં આવેલ માલસામાન બળીને ખાખ થઈ ગયો છે. ઉનાળાની શરૂઆત થતા જ આગ લાગવાના બનાવોમાં વધારો જોવા મળ્યો છે. હાલ તો, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન બહાર આવ્યું છે.

જામનગરની રેસ્ટોરન્ટમાં લાગી આગ, જાનહાની ટળી

જામનગરમાં રામડેરી રેસ્ટોરન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગતા જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. એક ફાયર ફાઈટરની મદદથી સમગ્ર આગને કાબૂમાં લેવામાં આવી છે અને આગમાં કોઈ જાનહાની થઈ નથી.

ABOUT THE AUTHOR

...view details