ફિલ્મ ફેર એવોર્ડ વિજેતા રાજકુમાર સંતોષીની જામનગર કોર્ટમાં પેશી - producer
જામનગરઃ કોર્ટમાં ફિલ્મ ફેર એવોર્ડ વિજેતા પ્રોડ્યુસર રાજકુમાર સંતોષી હાજર રહ્યા હતા. જામનગરના ઉધોગપતિને અપાયેલા 9 ચેક બાઉન્સ થતાં કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો.
સ્પોટ ફોટો
સમગ્ર ઘટના વિશે વાત કરીએ, તો રાજકુમાર સંતોષીએજામનગરના ઉદ્યોગપતિને આપેલા 90 લાખના 9 ચેક બાઉન્સ થયા હતા. ચેક બાઉન્સ થતા ઉદ્યોગપતિ જીતુલાલે ફરિયાદ નોંધાવી હતી. જો કે, 2017થી રાજકુમાર સંતોષી કોર્ટમાં હાજર રહેતા ન હતા. આજે કોર્ટમાં રાજકુમાર સંતોષીની પેશી કરવામાં આવી હતી.