જામનગર શહેરમાં દરજીકામ કરી ઘરનું ગુજરાન ચલાવનાર પિતાએ પુત્રની ડુપ્લીકેટ ATM કાર્ડ બનાવી લોકોના પૈસા પડાવી લેવાની ઘટના બહાર આવવાથી પિતાને લાગી આવ્યું અને ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી દીધો છે. શહેરના નગરચકલા વિસ્તારમાં રહેતા જગદીશ પરમારે આપઘાત કરી લેતા ભારે અરેરાટી થઈ ગઈ છે.
પુત્ર ડુપ્લીકેટ ATMમાં સંડોવાયો, પિતાને લાગી આવ્યું તો કર્યો આપઘાત - atm
જામનગર: આમ તો દરેક માતા-પિતા પોતાના સંતાનોને લાડકોડથી ઉછેરી સારા માનવી બનાવવાની આશા રાખતા હોય છે, પણ જ્યારે સંતાનો ખરાબ મિત્રોની સંગતથી ખરાબ કાર્યો કરતા હોય છે, ત્યારે માતા-પિતા દુઃખી થતા હોય છે. આવું જ કંઈક જામનગર શહેરમાં બન્યું છે. જામનગર શહેરમાં નગરચકલા વિસ્તારમાં રહેતા જગદીશ પરમારે પુત્ર મોહિતની ડુપ્લીકેટ ATM કાર્ડમાં સંડોવણી બહાર આવતા પિતાએ આપઘાતનું પગલું ભર્યું છે.
ફાઇલ ફોટો
જામનગર SOG ટીમે ડુપ્લીકેટ ATM કાર્ડથી લોકોના પૈસા પડા
જામનગર તેમજ રાજકોટ શહેરમાં ડુપ્લીકેટ ATM કાર્ડની મદદથી લાખો રૂપિયા ઉપાડી મોજ શોખ કરતી ટોળકીને SOGએ ઝડપી લેતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. આ ટોળકીમાં આઠ જેટલા યુવકોની સંડોવણી બહાર આવી છે, ત્યારે જામનગરના યુવક મોહિતના પિતા જગદીશભાઈએ પુત્રના ખરાબ કામથી આપઘાત કરી લેતા શોકનું મોજુ ફરી વળ્યું છે.