ગુજરાત

gujarat

ETV Bharat / state

ફેશન શોમાં પ્રથમ વખત સ્લમ બાળકોએ કર્યું રેમ્પ વોક - Gujarat

જામનગર: આજે ફેશન રસિકો માટે ફેશન મેનિયા 2019 ફેશન શોનું પન્ના ખોરસીયા અને ગોપી માંડવીયા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગરીબ બાળકોએ પણ રેમ્પ વોક કર્યું હતું. આ આયોજનનું હેતું ગરીબ બાળકો પણ ગ્લેમરસ જીવન અને સેલીબ્રેટી જેવું અનુભવ કરી શકે તે માટે કરવામાં આવ્યું હતું.

ફેશન શોમાં પ્રથમ વખત સ્લમ બાળકોએ કર્યું રેમ્પ વોક

By

Published : May 30, 2019, 6:31 PM IST

આ ફેશન શોમાં ત્રણ કેટેગરીમાં સ્પર્ધકોએ ભાગ લીધો છે. જેમાં 5 થી 12 વર્ષમાં પાર્ટી વેર અને મી એન્ડ મોમ, 13 થી 18 વર્ષ મિસ જામનગર અને મિસ્ટર જામનગર, અને 18 વર્ષથી ઉપરના સ્પર્ધકો માટે મિસ જામનગર અને મિસ્ટર જામનગર માટે ભાગ લીધો હતો. આ ફેશન શોનું ખાસ આકર્ષણ એક એ પણ છે કે આ ફેશન શોમાં વિજેતાને મોડેલ બનવાનો ચાન્સ મળશે.

ફેશન શોમાં પ્રથમ વખત સ્લમ બાળકોએ કર્યું રેમ્પ વોક

તેમજ ખાસ તો ઝુપડપટ્ટીના બાળકો પણ હાલની લાઈફ સ્ટાઈલ,ગ્લેમરસ જીવન અને સેલીબ્રેટી હોય તેવો અનુભવ કરી શકે તેવા હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં જે આવક થશે તેમાંથી અમુક રકમમાંથી ઝુપડપટ્ટીના બાળકોને અભ્યાસ અર્થે બુક્સ તથા જરૂરી વસ્તુઓમાં ખર્ચ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details