- ચૈત્ર મહિનામાં અષાઢ મહિના જેવો વરસાદ
- કાલાવડ પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો
- કોરોના વચ્ચે વધુ એક નુક્સાનથી ખેડૂતો ચિંતામાં
જામનગર: એક તરફ સમગ્ર રાજ્ય કોરોના સામે લડી રહ્યું છે. એવામાં જામનગરના કાલાવડ પંથકમાં પડેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ઉભા પાકને ઘણુ નુક્સાન પહોંચ્યું છે. ખેડૂતોએ વાવેલા તલ, મગ, અળદ, ડુંગળી, લસણ વગેરેના પાકને નુક્સાન પહોંચતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ છે.