ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર: ખેડૂતે ટેકાના ભાવે વહેચેલી મગફળીના ખાતામાં વધારાના 1,20,000 પૈસા જમા થતા પરત કર્યા

જામનગર: લાલપુર તાલુકાના ગોદાવરી ગામના ભીમશી કરંગીયા શિક્ષક છે. સાથે સાથે તેમના પિતાની જમીન પર ખેતી કામ કરે છે. ટેકાના ભાવે જ્યારે મગફળી ખરીદ વેચાણ ચાલુ હતું. જે સમયે ભીમજીના પિતા એભા કરંગીયાએ ટેકાના ભાવે મગફળી સરકારને વહેંચી હતી. તેમણે ટેકાના ભાવે વહેચેલી મગફળીની મળવાપાત્ર કિંમત 67,500 પરંતુ તેમના ખાતામાં 1,20,000 જમા થયા હતા જેને ભીમશીએ પરત કર્યા છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 26, 2019, 9:22 PM IST

ટેકાના ભાવે વહેચેલી મગફળીની મળવાપાત્ર કિંમત 67,500 થતી હતી, પરંતુ જ્યારે તેમને મગફળીના રૂપિયા તેમના ખાતામાં જમા થયા ત્યારે એક વખત 67,500 અને બીજી વખત 1,20,000 જેટલી માતબર રકમ વધારાની તેમના ખાતામાં જમા થઈ હતી. એટલે ભીમશીને આ વિગત વિશે જાણ થતા તેમણે રકમ પરત આપવાનો નિર્ણય કર્યો હતો.

જામનગર: ખેડૂતે ટેકાના ભાવે વહેચેલી મગફળીના ખાતામાં વધારાના 1,20,000 પૈસા જમા થતા પરત કર્યા

ભીમશીએ લાલપુર મામલતદાર કચેરીમાં જઈને 1,20,000 માતબર રકમનો ચેક મામલતદાર ને પરત કરી અને પ્રમાણિકતાનો દાખલો બેસાડ્યો હતો. આ પ્રમાણિકતા અને ઇમાનદારી બદલ લાલપુર મામલતદાર દ્વારા તેમને પ્રશસ્તિ પત્ર આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details