ચૂંટણી સમયે કાલાવડના ખેડૂતો સાથે ETV ભારતની ખાસ વાતચીત
જામનગર: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે બંને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર અને લોકસંપર્ક પૂર ઝડપે ચાલી રહ્યો છે. જામનગર જીલ્લામાં ખેડૂતોના પ્રશ્નોને લઈનેને સતત આંદોલનો ચાલુ છે. ખેડૂતો તેમના પ્રશ્નો જેવા કે પાકવીમો, પોષણક્ષમ ભાવ અને જમીન રીસર્વે જેવા અને મુદ્દાઓને લઈને આંદોલનો છેડી રહ્યા છે અને પોતાનો સરકાર સામેનો રોષ ઠાલવી રહ્યા છે.
સ્પોટ ફોટો
સોમવારે ગુજરાત ખેડૂત એકતા મંચ દ્વારા જામનગરના કાલાવડ તાલુકાના ખેડૂતોએ આંદોલન છેડ્યું છે અને કાલાવડ તાલુકાના આજુબાજુના ગામડાઓના ખેડૂતો સાથે મળી ઉગ્ર આંદોલન છેડ્યું હતું. જેમાં ખેડૂતો દ્વારા પાકવીમાના પ્રશ્નો, સિંચાઈનું પાણી, પોષણક્ષમ ભાવ, જમીન રિસેર્વે જેવી અનેક સમસ્યાઓને લઈ ધરણાં પર બેઠા હતા અને જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.