ગુજરાત

gujarat

ETV Bharat / state

ભોજપુરી ફિલ્મ 'દુલ્હા બિકતા હૈ'ની અભિનેત્રી ભક્તિ જેઠવા સાથે ETV BHARATની ખાસ વાતચીત - Dulha Bikta Hai

ભોજપુરી ફિલ્મ 'દુલ્હા બીકતા હૈ' ફિલ્મમાં રોલ કરનારી મૂળ જામનગરની અભિનેત્રી ભક્તિ જેઠવાએ સાથે ETV BHARATએ ખાસ વાતચીત કરી હતી. જે દરમિયાન ભક્તિએ પોતાના અનુભવો શેર કર્યા હતા.

ભક્તિ જેઠવા
ભક્તિ જેઠવા

By

Published : Dec 16, 2020, 7:07 PM IST

  • ભકિત જેઠવાએ જામનગરનું ગૌરવ વધાર્યું
  • ભોજપુરી ફિલ્મ 'દુલ્હા બિકતા હૈ'માં કર્યો રોલ
  • ગુજરાતી અને હિન્દી ફિલ્મમાં પણ કામ કરવાની ઈચ્છા

જામનગર : ભોજપુરી ફિલ્મનો પ્રાદેશિક લેવલે ખૂબ ક્રેઝ છે અને મોટી સંખ્યામાં લોકો ભોજપુરી ફિલ્મ નિહાળવા માટે પણ સિનેમા હોલમાં જતા હોય છે. ત્યારે ભોજપુરી ફિલ્મ 'દુલ્હા બીકતા હૈ' ફિલ્મમાં રોલ કરનારી મૂળ જામનગરની અભિનેત્રી ભક્તિ જેઠવાએ સાથે ETV BHARATએ ખાસ વાતચીત કરી હતી. જે દરમિયાન ભક્તિએ પોતાના અનુભવો શેર કર્યા હતા.

ભોજપુરી ફિલ્મ 'દુલ્હા બિકતા હૈ'ની અભિનેત્રી ભકિ્ત જેઠવા સાથે ETV BHARATની ખાસ વાતચીત

ભોજપુરી ફિલ્મમાં જોવા મળશે ભક્તિ

આ અગાઉ જામનગરની અભિનેત્રી ડેનિશા ધૂમરાએ હેલ્લારો ફિલ્મમાં લીડ રોલ કરી ચુકી છે. જે બાદ જામનગરની વધુ એક અભિનેત્રી ભોજપુરી ફિલ્મ 'દુલ્હા બીકતા હૈ'માં જોવા મળશે. ભક્તિ જેઠવાએ એન્કર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

'દુલ્હા બિકતા હૈ' ફિલ્મથી મળ્યો ભક્તિને ભોજપુરી ફિલ્મોમાં બ્રેક

ભક્તિ જેઠવા જામનગરમાં ભોઈ વાડામાં રહે છે અને તેને નાનપણથી ફિલ્મ અભિનેત્રી બનવાનું સ્વપ્ન સેવ્યું હતું. ભક્તિ જેઠવાએ ભોજપુરી ફિલ્મમાં અભિનય કરતા તેને બીજી ભોજપુરી ફિલ્મ પણ મળી ગઇ છે. ભક્તિ ભવિષ્યમાં ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મોમાં પણ કામ કરની ઇચ્છા ધરાવે છે.

ABOUT THE AUTHOR

...view details