જામનગર જિલ્લા પંચાયતની વર્ષ 2019-20ની પ્રથમ કારોબારી સમિતિની બેઠકમાં નવ ઠરાવ પસાર કરાયાં હતા. આ બેઠકમાં ખેતી, પાણી, સ્ત્રી ભૃણ હત્યા અને શિક્ષણ લઇ મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ કારોબારી સભ્યોની બહુમતિ મેળવી નવ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતાં.
જામનગર જિલ્લા પંચાયતમાં વર્ષની પ્રથમ કારોબારી બેઠકમાં 9 ઠરાવ મંજૂર - jamanagar news
જામનગરઃ જિલ્લા પંચાયતની 2019-20ની પ્રથમ કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કારોબારી સમિતિની સામાન્ય સભામાં નવ ઠરાવ પાસ કરાયા હતા. આ બેઠકમાં તમામ કરોબારી સભ્ય મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. જેમણે જનતાના હિતને ધ્યાનમાં રાખી બહુમતી સાથે ઠરાવ પાસ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે પાંચમી કારોબારી સમિતિની બેઠકમાં ખાસ ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા. જેને અમલવારીમાં મુકવામાં આવ્યા છે. સિંચાઈ વિભાગના જુદા-જુદા કામોને પણ મંજૂરી અપાઇ છે. ધ્રોલના માવપર ગામે આવેલા બિયારણ વૃદ્ધિ કેન્દ્રને ભાડા પેટે આપવાની પણ મજૂરી આપવામાં આવી છે. સાથે જામજોધપુરના વનાણા ગામે આવેલી વેણું નાની સિંચાઈ યોજનામાં મરાતમનું ટેન્ડર મંજૂર કરાયું હતું. આમ, વર્ષ 2019-20ની કારોબારી બેઠકમાં ઠરાવમાંથી કેટલાં ઠરાવ અમલમાં મૂકવામાં આવે છે તે જાણવું રસપ્રદ રહેશે.