જામનગરમાં ત્રીજા સ્મશાનગૃહની માંગ, કોર્પોરેટર શરૂ કરી નગરયાત્રા - crematorium news
જામનગરમાં કોરોના કાળ દરમિયાન રોજ 12 થી 15 લોકોના મોત થઇ રહ્યા છે. ત્યારે સ્મશાનગૃહમાં લોકોના અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો લાગે છે. ત્યારે આખરે કોંગ્રેસના કોર્પોરેટર દેવશી આહીરે ત્રીજા સ્મશાનની માંગ સાથે આજથી નગર યાત્રા શરૂ કરી છે.
જામનગર
જામનગર : શહેરમાં કોરોના કાળ દરમિયાન રોજ 12 થી 15 લોકોના મોત નિપજી રહ્યા છે. તેમજ શહેરની કોવિડ હોસ્પિટલમાં અનેક દર્દીઓએ દમ તોડ્યો છે. ખાસ કરીને શહેરમાં કોરોનાથી મૃત્યુ પામી રહેલા દર્દીઓના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાનગૃહમાં લઈ જવામાં આવે છે. જ્યાં લોકોના અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો લાગે છે. ત્યારે આખરે કોંગ્રેસના કોર્પોરેટર દેવશી આહીરે ત્રીજા સ્મશાનની માંગ સાથે આજથી નગર યાત્રા શરૂ કરી છે.