જામનગરઃ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં જામનગર પણ બાકાત નથી. જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. આ અતિવૃષ્ટિને કારણે કાલાવડના રામપર રવેશીયા ગામના ખેડૂતોનો ઉભો પાક બળી ગયો છે. કૃષિ પ્રધાનના મત વિસ્તારમાં જ બરબાદ અતિવૃષ્ટીને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી થઈ રહ્યા છે.
અતિવૃષ્ટિને કારણે કાલાવડના રામપર રવેશીયા ગામના ખેડૂતોનો ઉભો પાક બળી ગયો જામનગર પંથકમાં છેલ્લા ઘણા સમયથી સતત વરસાદ પડી રહ્યો છે. જામનગર જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં સિઝનનો 100 ટકા વરસાદ પડયો છે. ખાસ કરીને જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ભારે વરસાદને કારણે ખેડૂતોનો ઉભો બળી ગયો છે. કાલાવડ તાલુકો કૃષિ પ્રધાન આર સી ફળદુનો મત વિસ્તાર છે. કૃષિ પ્રધાનના મત વિસ્તારના ખેડૂતો જ મુશ્કેલીમાં મુકાયા છે.
રામપર રવેચીયા ગામના ખેડૂત જ પોતાની આપવીતી જણાવી રહ્યા છે. ETV BHARATની ટીમ સાથે વાત કરતા ખેડૂત પુરૂષોતમે જણાવ્યું કે, 25 વિઘામાં મગફળીનું વાવેતર કર્યું છે. દોઢ લાખનો ખર્ચે આ મગફળીના વાવેતરમાં થયો છે. જે ભારે વરસાદ પડવાના કારણે સમગ્ર પાક નિષ્ફળ ગયો છે, ગત વર્ષે પણ પાક નિષ્ફળ ગયો હતો. જે કારણે પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
રાજ્ય સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે, જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે, તેમને વળતર આપવામાં આવશે. જો કે, રામપર રવેચીયા ગામના ખેડૂતને આજ સુધી એક પણ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું નથી. જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખીય છે કે, ETV BHARAT દ્વારા રામપર રવેશીયા ગામના ખેડૂતોના કરવામાં આવેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં ખેડૂતોની વિવિધ સમસ્યાઓ તેમજ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયો હોવાની વિગતો સામે આવી છે. કૃષિ પ્રધાન આર સી ફળદુના મત વિસ્તારમાં ખેડૂતોની વળતર માટેની માગ સંતોષવામાં આવશે, કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ વળતરના નામે શુન્ય જ મળે છે એ તો સમય જ બતાવશે.