શહેરમાં જાહેરાતના હોર્ડિંગ બાબતે અસ્ટેટ શાખા ખાતે અરજદાર રજૂઆત કરવા માટે આવ્યા હતા. તે દરમિયાન તેમને અસ્ટેટ શાખાના અધિકારીઓ પાસેથી જવાબ મળ્યા ન હતો. જેને લઈને અરજદારોએ જેનબબેન ખફીને જાણ કરી હતી. આ જાણ મળતા જેનબબેન ખફી અસ્ટેટ શાખા ખાતે પહોંચ્યા હતા. તે સમય દરમિયાન આ મામલો વધુ બિચક્યો હતો અને સામાન્ય બોલાચાલી બાદ નગરસેવિકાએ એસ્ટેટ શાખામાં ધમાલ મચાવી હતી અને ઓફિસમાં ફાઈલો ફેંકી દીધી હતી.
જામનગર કોંગ્રેસના નગરસેવિકાએ અસ્ટેટ શાખામાં જઈને ધમાલ મચાવી - Jenab Kahfi
જામનગર: શહેરમાં ફરી એકવાર નગરસેવિકા દ્વારા અસ્ટેટ શાખા ખાતે ધમાલ મચાવવામાં આવી હતી. જેમાં ગુરૂવારે બપોરના સમયે જાહેરાતના હોર્ડિંગ બાબતે અસ્ટેટ શાખામાં અરજદાર રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે અરજદારને યોગ્ય જવાબ ન આપતા તેમણે જેનબબેન ખફીને જાણ કરી હતી. આ બાબતે અસ્ટેટ શાખા ખાતે પહોંચીને જેનબબેન ખફીએ ધમાલ મચાવી હતી.
જામનગરમાં આવેલા વોર્ડ નંબર-12ના નગરસેવિકા જેનબબેન ખફીએ અસ્ટેટ શાખામાં ધમાલ મચાવી હતી. આ અગાઉ શાસકપક્ષના નગરસેવિકા રચનાબેન અદાણીએ પણ સોલિડ વેસ્ટ શાખામાં ધમાલ મચાવી હતી.
છેલ્લા એક મહિનામાં જામનગરની બે નગરસેવિકાઓએ મહાનગરપાલિકામાં ધમાલ મચાવી છે. મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ગરીબ માણસોનું કામ ન કરતા હોવાનો અનેક વખત આક્ષેપો પણ થયા છે. ત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે, શા માટે નગરસેવિકાને મહાનગરપાલિકાની ઓફિસોમાં ધમાલ કરવી પડે છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ પ્રજાના કામ કરવામાં પાછા પડે છે કે કામચોરી કરી રહ્યાં છે.