ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં ગ્રાન્ટમાં ભેદભાવનાં મામલે કોંગ્રેસના ધરણાં - સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન

જામનગર: જામનગર મહાનગરપાલિકામાં ગ્રાન્ટમાં ભેદભાવને લઈ કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકામાં સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેનની ઓફીસ સામે ધરણા યોજ્યા છે.

જામનગરમાં ગ્રાન્ટમાં ભેદભાવનાં મામલે કોંગ્રેસના ધરણાં

By

Published : Aug 31, 2019, 3:11 PM IST

પૂર્વ ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ ફાળવેલ હોવા છતાં સ્ટેન્ડિંગ કમિટીમાં ભેદભાવ રાખી ગ્રાન્ટ મંજુર કરતા ન હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જોકે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન સુભાષભાઈ જોશીએ કોંગ્રેસનાં ધરણાંને નૌટંકી ગણાવી છે અને પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયાએ પોતાની ગ્રાંન્ટ કેન્સલ કરવાની દરખાસ્ત મુકી હોવાનું જણાવ્યું છે.

જામનગરમાં ગ્રાન્ટમાં ભેદભાવનાં મામલે કોંગ્રેસના ધરણાં

કોંગ્રેસનાં વિરોધ પક્ષનાં નેતા તેમજ કોર્પોરેટરો દ્વારા સુત્રોચ્ચાર કરી ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને જામનગર શહેરમાં જે વિસ્તારમાંથી કોંગ્રેસનાં કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા છે તે વિસ્તારમાં મહાનગરપાલિકા પ્રાથમિક સુવિધા આપતી ન હોવાનાં પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ગ્રાંન્ટમાં ભેદભાવને લઇને અગાઉ પણ કોંગ્રેસનાં કોર્પોરેટરો અને વિરોધ પક્ષનાં નેતાએ રજૂઆત કરી હતી. જેનો કોઇ ઉકેલ ન આવતા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરી વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details