ભારતીય જળસીમા પરથી ઝડપાયેલા 13 પાકિસ્તાની માછીમારો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ પોરબંદર:અરબી સમુદ્રમાં ભારતીય જળસીમા પર અનેક વાર ભૂતકાળમાં અનેકવાર પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. ત્યારે વધુ એક વાર પાકિસ્તાનની શંકાસ્પદ બોટ ભારતીય જળસીમા પરથી ભારતીય કોસ્ટ ગાર્ડે ઝડપી પાડી છે. પાકિસ્તાની બોટમાં સવાર 13 જેટલા લોકોની અટકાયત કરી ઓખા બંદર ખાતે લઈ જવામાં આવ્યા હતા. પોરબંદર ખાતે તમામ માછીમારોનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તમામ માછીમારોની સુરક્ષા એજન્સી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી પુછપરછ હાથ ધરવામાં આવી છે.
અરબી સમુદ્રમાંથી ઝડપાઈ પાકિસ્તાની બોટ:ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ અરિંજયે અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ દરમિયાન 21 નવેમ્બર 2023ના રોજ એક પાકિસ્તાની બોટનું નિરીક્ષણ કર્યું હતું. જે 21 નવેમ્બર 2023ના રોજ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા નજીક ભારતીય જળસીમાની અંદર લગભગ 15 કિમી સુધી માછીમારી કરી રહી હતી. પડકાર મળતાં આ બોટ પાકિસ્તાન તરફ ભાગવા લાગી હતી. જો કે, ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજે બોટને અટકાવીને ભારતીય જળસીમામાં રોકી હતી અને તમામ 13 પાકિસ્તાની માછીમારોની અટકાયત કરી પોરબંદર લાવવામાં આવ્યા હતા.
ભારતીય જળસીમા પરથી ઝડપાયેલા 13 પાકિસ્તાની માછીમારો
પાકિસ્તાનની બોટમાં સવાર તમામ 13 માછીમારો વિરુદ્ધ નવી બંદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તેઓની પાસે કોઈ સંદિગ્ધ પદાર્થ છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. પ્રાથમિક ધોરણે વાતાવરણ ખરાબ હોવાના લીધે જળસીમા પાર કરી હોવાનું મનાઈ રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે તે બાદ વધુ માહિતી બહાર આવશે. ભારતીય કોસ્ટ ગાર્ડ પ્રાથમિક તપાસ કરાતાં સામે આવ્યું કે પાકિસ્તાની ફિશિંગ બોટ નાઝ-રે-કરમ (રેગ નંબર 15653-બી) 19 નવેમ્બર 2023ના રોજ કરાચીથી 13 ક્રૂ સાથે રવાના થઈ હતી. - ઋતુ રાબા (DYSP)
ઝડપાયેલા પાકિસ્તાની માછીમારોના નામ:
- ઇકબાલ સ/ઓ સખીદાદ ઉ.વ.૬૫ ટંડેલ રહે.અહેમદ શાહ ભુખારી રોડ ન્યુ કલેરી ઘર નં.૪૬૧૬ કરાચી દક્ષિણ પાકિસ્તાન
- અબ્દુલ કાદીર સ/ઓ દીનો ખસખેલી ઉ.વ.૪૬ રહે.મીરપુર ગામ તા.સાકરો જી.ઠઠ્ઠા પાકિસ્તાન
- પરવેજ સ/ઓ મહમદ ઇકબાલ બ્લોચ ઉ.વ.૨૨ રહે.અહેમદ શાહ ભુખારી રોડ ન્યુ કલેરી ઘર નં.૪૬૧૬ કરાચી દક્ષિણ પાકિસ્તાન
- અજીજુલ્લાહ સ/ઓ ઉબુરો ખસખેલી ઉ.વ.૩૨ રહે.કમાલ હોટલ તા.સાકરો જી.ઠઠ્ઠા પાકિસ્તાન
- નુરહમદ સ/ઓ નુરમહમદ ઉ.વ.૨૦ રહે.મીરપુર ગામ પોલીસ ચોકી પાસે તા.સાકોર જી.ઠઠ્ઠા પાકિસ્તાન
- મન્સુર સ/ઓ મહમદ ઇસ્માઇલ પટણી ઉ.વ.૨૦ રહે.મીરપુર ગામ તા.સાકોર જી.ઠઠ્ઠા પાકિસ્તાન
- ઇખ્તીયાર અલી સ/ઓ ઇબ્રાહિમ જોખીયા ઉ.વ.૫૮ રહે.અલીમાન જોખીયા ગામ તા.સાકોર જી.6ઠ્ઠા પાકિસ્તાન
- જાહિર સ/ઓ ગુલહસન જોખીયા ઉ.વ.૪૦ રહે.કમલ હોટલ તા.સાકરો જી.ઠઠ્ઠા પાકિસ્તાન
- મીર હસન સ/ઓ માંમદજુમન ઉ.વ.૬૦ રહે.છછ તા.છયા બંદર જી.સજાવન પાકિસ્તાન
- ફકીર મહમદ સ/ઓ મેહરામ જોખીયા ઉ.વ.૪૦ રહે. મીરપુર આદુગોઠ મલકાસ્ટોપ તા.સાકરો જી.ઠઠ્ઠા પાકિસ્તાન
- ઓસમાણ સ/ઓ અબ્દુલ્લા શમા ઉ.વ.૫૦ રહે.આમદસમુ સરકારી સ્કુલ પાસે તા.કેટી બંદર જી.ઠઠ્ઠા પાકિસ્તાન
- અબ્દુલ કરીમ સ/ઓ ફતેમામદ ઉ.વ.૬૦ રહે.અહમદ શાહ બુખારી રોડ લેરી જુના મસ્જીદ પાસે તા.જી.મહેરામ પાકિસ્તાન
- સોફાન સ/ઓ માખલો જોખીયા ઉ.વ.૭૦ રહે.કમાલ હોટલ તા.સાકરો જી.ઠઠ્ઠા પાકિસ્તાન
- અરબી સમુદ્રમાં ભારતીય જળસીમા પર પાકિસ્તાની બોટ ઝડપાઈ, 13 લોકોની અટકાયત
- પોરબંદરમાં કર્લી પુલ હિટ એન્ડ રન ઘટનામાં બે આરોપી ડિટેક્ટ થયા