ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં કરિયાણાની દુકાનમાં રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર - પોલીસ

જામનગર : ખંભાળિયા ગેટ પાસે આવેલી કરિયાણાની દુકાન અશોક અનાજ ભંડારમાં મોડી રાત્રે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરો રોકડ રૂપિયા 28 હજાર સહિતની રકમ ચોરી કરી ફરાર થયા હતા.

જામનગર

By

Published : Aug 19, 2019, 5:10 AM IST

ખંભાળિયા ગેટ પાસે બજરંગ ચાની બાજુમાં અશોક અનાજ ભંડાર નામની કરિયાણાની દુકાન આવેલી છે. જ્યાં મોડી રાત્રે તસ્કોરો ત્રાટકી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરો રોકડ રૂપિયા 28 હજાર સહિતની રકમ ચોરી કરી ફરાર થયા હતા.છેલ્લા 2 વર્ષમાં આ દુકાનમાં 3 વખત ચોરીની ઘટના સામે આવી છે.હાલ તો દુકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે cctv મારફતે તપાસ શરૂ કરી છે.જો કે ફરી દુકાનોને તસ્કરોએ ટાર્ગેટ કરતા પોલીસ એક્શનમાં આવી છે. તેમજ ચોરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગરમાં કરિયાણાની દુકાનમાં રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર

ABOUT THE AUTHOR

...view details