ગુજરાત

gujarat

ETV Bharat / state

Biporjoy Cyclone News : જામનગર દરિયા કિનારે બે નંબરનું સિગ્નલ લાગ્યું, વાવાઝોડાનો ખતરો કેટલો?

ગુજરાતના પશ્ચિમકાંઠે આવેલા જામનગર દરિયા કિનારે બે નંબરનું સિગ્નલ લાગ્યું છે. અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન વાવાઝોડામાં ફેરવાયું છે. માછીમારોને દરિયામાંથી બોટ પરત લાવવા સૂચના આપવા સાથે વાવાઝોડાનો ખતરો ટાળવા કલેક્ટર તંત્ર સાવધ બન્યું છે.

Biporjoy Cyclone News : જામનગર દરિયા કિનારે બે નંબરનું સિગ્નલ લાગ્યું, વાવાઝોડાનો ખતરો કેટલો?
Biporjoy Cyclone News : જામનગર દરિયા કિનારે બે નંબરનું સિગ્નલ લાગ્યું, વાવાઝોડાનો ખતરો કેટલો?

By

Published : Jun 7, 2023, 2:49 PM IST

બે નંબરનું સિગ્નલ લાગ્યું

જામનગર : અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન હવે સાયકલોનમાં ફેરવાઇ ગયું છે, દરિયો તોફાની બનવાની તમામ શકયતા છે, હાલારના તમામ બંદરો ઉપર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, એટલું જ નહીં માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે અને દરિયામાં રહેલી બોટોને કિનારે લાવવા સૂચના આપી દેવામાં આવી છે. બિપોરજોય નામનું આ વાવાઝોડુ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે, ગુજરાતના દમણ, ભરુચથી માંડીને કચ્છના જખૌ સુધીના બંદર ઉપર સિગ્નલ લગાવાયું છે, ગઇકાલે રાત્રે પોરબંદરથી 1130 કિ.મી. દૂર આ વાવાઝોડુ હતું અને આગામી તા.8થી 11 સુધીમાં ગમે ત્યારે વાવાઝોડુ ત્રાટકે તેવી શકયતા છે. સરકારની સૂચના અનુસાર જામનગર જિલ્લાના કલેકટરને સાવચેત રહેવા જણાવાયું છે.

વરસાદ પવન અને દરિયામાં ઉછાળ :હવામાન ખાતા તરફથી અપાયેલી સત્તાવાર માહિતી પ્રમાણે તા.7ના રોજ એટલે કે આજે પવનની ઝડપ 90 કિ.મી., તા.8ના રોજ 95 થી 115 કિ.મી., તા.9ના રોજ 115 થી 125 કિમી, તા.10ના રોજ 135 થી 145 કિ.મી., તા.11ના રોજ 145 થી 170 કિ.મી. સુધીની ઝડપ રહે તેવી શકયતા છે.

માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી :દરિયામાં ગયેલી બોટને પાછી બોલાવી લેવામાં આવી છે અને ખતરો વધતા ડીસ્ટન્સ વોર્નિંગ-૨ના સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે. કલેકટર કચેરી કટ્રોલ રુમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન સૌથી વધુ 35.6 ડીગ્રી રહ્યું હતું. લઘુતમ તાપમાન 28.2 ડીગ્રી, હવામાં ભેજ 83 ટકા અને પવનની ગતિ 55થી 60 કિ.મી. પ્રતિકલાક રહી હતી.માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે, આજથી તા.11 સુધી વાવાઝોડુ ગમે ત્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટકશે તેવી શકયતા છે તેથી તંત્ર એલર્ટ બન્યું છે.

અધિકારીઓની રજા રદ : બે દિવસ દરિયો તોફાની બનવાનો હોવાથી માછીમારોને બોટ પરત લાવવા સૂચના અપાઇ છે. ગઇકાલે દરિયામાં ભારે કરંટ આવ્યો હોય, સાંજે 10 થી 15 ફુટ મોજા ગોમતી ઘાટે ઉછળ્યા હતાં, તંત્ર એલર્ટ બન્યું છે ત્યારે સેટેલાઇટ ફોન પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે, જો વાવાઝોડુ આવે ત્યારે તે ખુબ જ ઝડપી હોવાનું પણ અનુમાન થાય છે ત્યારે ગુજરાતને કેટલી અસર કરશે તે અંગે હજુ કંઇ નકકી નથી, પરંતુ આ વાવાઝોડાને પગલે તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે.

આકરી ગરમીથી લોકો પરેશાન : બળબળતા તાપને કારણે લોકો સવારથી જ પરેશાન થઇ ગયા છે, ઠંડા પીણા, બરફ, ગોલા, આઇસ્ક્રીમ, શેરડીનો રસ, જ્યુશ, નાળીયેર પાણીનો સહારો લઇ રહ્યા છે. આજ સવારથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, રાવલ, ભાટીયા, કલ્લા સહિતના વિસ્તારોમાં સૂર્યદેવતા કોપાયમાન થયા છે અને વધુ ગરમી પડવાની પુરી શકયતા છે.

  1. Cyclone Biporjoy Update: રાજ્યમાં "બિપરજોય" વાવાઝોડું ત્રાટકવાની સંભાવના, હવામાન વિભાગે આપી માહિતી
  2. Cyclone in Gujarat: અરબી સમુદ્રમાં સરક્યુલેશન બનવાનું શરૂ, પ્રેશર વધશે તો ભારે વરસાદ થશે
  3. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 1 નંબરનું સિગ્નલ લગાવાયું, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ABOUT THE AUTHOR

...view details