ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં નેવી-ડેની ઉજવણી, Beating Retreat Ceremonyનું કરાયું આયોજન - વાલસુરા નેવી ટ્રેનીંગ સેન્ટર

જામનગરઃ INS વાલસુરા દ્વારા બીટિંગ ધ રી-ટ્રીટ સેરેમની (Beating Retreat Ceremony)નું આયોજન કરવામાં આવ્યું હતું. જવાનોએ શૌર્ય દર્શાવતા કરતબો અને પરેડ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈન્ડિયન નેવી દ્વારા દર વર્ષે 4 ડિસેમ્બરનાં દિવસે નેવી-ડે ઉજવણી કરવામાં આવે છે.

Beating Retreat ceremony was conducted at INS Valsura
Beating Retreat ceremony was conducted at INS Valsura

By

Published : Dec 4, 2019, 9:24 AM IST

Updated : Dec 4, 2019, 1:16 PM IST

ભારતીય નૌકાદળ દ્વારા ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કરાંચી બંદર પર થયેલા હિંમતવાન હુમલાને યાદ કરવા અને યુદ્ધના તમામ શહીદોને માન આપવા માટે નૌકાદળ દિવસ ઉજવવામાં આવે છે.

જામનગરમાં નેવી ડેની ઉજવણી

આ વર્ષે પણ શાનદાર ઉજવણી કરાયા બાદ બીટીંગ-ધ-રી-ટ્રીટ સેરેમની કાર્યક્રમનું આયોજન કરાયું હતું. યુદ્ધ દરમિયાન દિવસની સમાપ્તિ સમયે જવાનો દ્વારા પરેડ, સલામી અને બેન્ડ પરેડ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં જામનગર કલેક્ટર મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

વાલસુરા નેવી ટ્રેનીંગ સેન્ટરના જવાનો દ્વારા પરેડ, સલામી અને બેન્ડ પરેડ યોજાઈ. જેમાં પરેડમાં જ હથિયારધારી નેવી જવાનોએ કરતબો રજૂ કર્યા હતા. દેશના રાષ્ટ્ર ગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

જામનગરમાં નેવી ડેની ઉજવણી

શા માટે 4 ડિસેમ્બરે ‘નેવી ડે’ ઉજવવામાં આવે છે…???

ભારતીય નૌકાદળ દર વર્ષે 4 ડિસેમ્બરનો દિવસ ‘નેવી ડે’ તરીકે ઉજવે છે. વર્ષ 1971માં પાકિસ્તાન સામે થયેલા યુદ્ધ દરમિયાન 4 ડીસેમ્બરે ઈન્ડિયન નેવીના ત્રણ જહાજોએ પાકિસ્તાનનાં કરાંચી બંદર પર હુમલો કર્યો હતો. ચોક્કસ રણનીતિથી કરાયેલા હુમલામાં પાકિસ્તાનના કરાંચી બંદરને નેસ્તનાબૂદ કરી દેવાયું હતું. ઈન્ડિનય નેવીના મતે આ સફળ હુમલાથી લડાઈમાં નવો જ વળાંક આવ્યો હતો. ઈન્ડિયન નેવીના ઈતિહાસમાં આ હુમલાનું વિશેષ મહત્વ છે. નેવી દ્રારા દર વર્ષે ચોથી ડીસેમ્બરે દેશભરમાં નેવી ડે તરીકે ઉજવણી કરે છે.

ઈન્ડિયન નેવી દ્વારા દર વર્ષે 4 ડિસેમ્બરનાં દિવસે નેવી-ડે ઉજવણી કરવામાં આવે છે

આ ઓપરેશન ત્રિશુળ નામ આપી ઇન્ડીયન નેવીએ પૂર્વ પાકિસ્તાનના કરાંચી બંદર પર તબાહી મચાવી હતી. નેવીના ત્રણ યુદ્ધ જહાજોએ કરાચી એર બેજ, યુદ્ધ જહાજ,પેટ્રોલ પમ્પસ, અને મહત્વના રસ્તાઓને મિસાઈલ એટેકથી ઉડાવી દઈ પાક સેનાની કમર તોડી નાખી હતી. પરિણામે પાકિસ્તા શરણાગતિ સ્વીકારવા મજબુર બન્યું હતું.

Last Updated : Dec 4, 2019, 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details