જામનગરમાં બેન્ક કર્મચારીઓનો પડતર માંગ મુદ્દે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન - સૂત્રોચ્ચાર
જામનગરઃ બેન્ક કર્મચારીઓએ વિવિધ પડતર માંગણીઓને લઈ એક દિવસની હડતાળ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતુ. સજુબા સ્કૂલ પાસે બેન્ક કર્મચારીઓ એકઠા થયા હતા અને સુત્રોચ્ચાર કરી પોતાની પડતર માંગણીઓ અંગે રજૂઆત કરી હતી.
જામનગરમાં બેન્ક કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું
રાજ્ય સરકાર કર્મચારીઓનું શોષણ કરી રહી હોવાનો કર્મચારીઓએ આક્ષેપ લગાવ્યો હતો.જ્યાં સુધી પડતર માંગણીઓ નહિ સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. જામનગરમાં બેન્ક કામદાર યુનિયન દ્વારા છેલ્લા ઘણા સમયથી સરકારની બેધારી નીતિઓ સામે વિરોધ કરવામાં આવી રહ્યો હતો.