ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં મોડી રાત્રે એક પરિવાર પર હુમલા બાદ તોડફોડ - attack

જામનગરઃ બેડેશ્વર વિસ્તારમાં જુની અદાવતને લઇને બોલાચાલી થઈ હતી. જેમાં શહેરના નાગેશ્વર વિસ્તારની મોડી રાતે એક પરિવાર પર હુમલા બાદ ઘરમા તોડફોડ કરવામાં આવી હતી.

dg

By

Published : Jul 7, 2019, 2:23 AM IST

જુની અદાવતને લઇને કેટલાક શખ્સોએ તોડફોડ કરી હતી. જેમાં ઇજાગ્રસ્તોના ઘર પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો .પરિવારના ત્રણ સદસ્યોને ઇજા પહોંચતા સારવાર માટે જામનગરની જી. જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

જામનગરમાં મોડી રાત્રે એક પરિવાર પર હુમલા બાદ તોડફોડ

સુત્રોના જણાવ્યા અનુસાર 25 લોકોના ટોળાએ એક જ પરિવાર પર ઘાતક હથિયાર વડે હુમલો કરી મારપીટ કરી હતી અને બાદમાં ઘરની બહાર રહેલા રીક્ષા તેમજ અન્ય સાધનોને પણ નિશાન બનાવ્યા હતા. અને તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિને કાબુમાં લીધી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details