જામનગરના પ્રિન્સીપાલ પર કાતર વડે હુમલો થતા ચકચાર મચી ગઈ હતી. વિદ્યાર્થી પરીક્ષામાં કોપી કેસમાં પકડાઇ ગયો હતો. ત્યારબાદ પ્રિન્સીપાલે વિદ્યાર્થી પાસે માફીપત્ર લખાવતા કાતર વડે હુમલો કર્યો હતો. આ વિદ્યાર્થી ધર્મરાજસિંહ જાડેજા ડિકેવી કોલેજમાં અભ્યાસ કરે છે.
જામનગરમાં પ્રિન્સીપાલ પર કોપી કેસમાં પકડાયેલા વિદ્યાર્થીએ કાતર વડે હુમલો કર્યો - જામનગર સીટી બી પોલીસ સ્ટેશન
જામનગર: વી.એમ.મહેતા (પંચવટી કોલેજ)ના પ્રિન્સીપાલ પર કોપી કેસમાં પકડાયેલા વિદ્યાર્થીએ કાતર વડે હુમલો કરતા ચકચાર મચી ગઇ હતી. આ હુમલામાં પ્રિન્સીપાલને ઇજા થતા તાત્કાલિક સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે, હુમલાના CCTV સામે આવ્યા છે. તેમાં દેખાઇ આવે છે કે, આ વિદ્યાર્થીએ કાતરથી હુમલો કરતા વિદ્યાર્થીને પ્રિન્સીપાલે પકડી પાડયો હતો. છતાં પણ વિદ્યાર્થીએ પ્રિન્સીપાલની છાતીના ભાગે તેમજ પાછળના ભાગે એમ બે જગ્યાએ મારતા પ્રિન્સીપાલ ગંભીર રીતે ઘવાયા હતા.
ત્યારબાદ પ્રિન્સીપાલને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં હોસ્પિટલના ડીન નદીની દેસાઈ સહિતના તેમજ ભાજપ શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા હોસ્પિટલ દોડી આવ્યા હતા. જામનગર સીટી બી પોલીસ સ્ટેશનમાં આરોપી વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અને પોલીસે વધુ તપાસ આગળ હાથ ધરી હતી.