ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં 10 ગાયોના મોત નિપજતા અરેરાટી... - ગોવંશના મોત

જામનગરઃ જિલ્લાના ઢોરવાડામાં એક જ રાતમાં 10 જેટલી ગાયોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ હતી. મહત્વનું છે કે મહાનગરપાલિકા સંચાલિત જોરવાડામાં છેલ્લા છ મહિનામાં 275 જેટલી ગાયોના મોત નિપજ્યા છે. હાલ ઢોરવાડામાં 300 જેટલી ગાયો રાખવામાં આવી છે.

જામનગરમાં 10 ગાયોના મોત નિપજતા અરેરાટી...

By

Published : Sep 13, 2019, 2:22 PM IST

જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરવાડામાં વિરોધ પક્ષના કોર્પોરેટરના આગેવાનોએ ઢોરવાડામાં આજે સવારે જનતા રેડ કરી હતી.

જામનગરમાં 10 ગાયોના મોત નિપજતા અરેરાટી...
વિરોધ પક્ષના કોર્પોરેટર દેવસી આહિરે આક્ષેપ કર્યો છે કે ઢોરવાડામાં તંત્ર દ્વારા યોગ્ય ઘાસચારો આપવામાં ન આવતા રાતોરાત ગાયોના મોત નીપજી રહ્યા છે. હાલ જે ગાયો ઢોરવાડામાં રાખવામાં આવી છે. તે પણ મરવાના વાંકે જીવી રહી છે. 300 ગાયો માટે તંત્ર માત્ર એક ટ્રેક્ટર લીલું ઘાસ ફાળવે છે.ઢોરવાડામાં જે રીતે ગૌ વંશ રાખવામાં આવી રહ્યા છે તે જોતા એવુ લાગી રહ્યું છે કે થોડા સમયમાં ઢોરવાડામાં રાખવામાં આવેલા ગૌવંશના મોત નિપજે તેવી શક્યતા છે.

ABOUT THE AUTHOR

...view details