ગુજરાત

gujarat

ETV Bharat / state

IPS દંપતિની હાલારમાં બદલી: શ્વેતા શ્રીમાળી SP જામનગર અને સુનિલ જોશી દેવભૂમિ દ્વારા SP તરીકે નિમણૂંક - news in Jamnagar

શનિવારે મોડી રાત્રે ગુજરાતના 58 IPS, 16 SPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં જામનગરમાં હાલ જિલ્લા પોલીસ વડા શરદ સિંધલની સુરત SP (ક્રાઈમ એન્ડ ટ્રાફિક ) તરીકે બદલી કરવામાં આવી છે. IPS દંપતીની દક્ષિણ ગુજરાતમાંથી હાલારમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરવામાં આવી છે.

MORBI
IPS દંપતિની હાલારમાં બદલી

By

Published : Aug 2, 2020, 10:14 AM IST

જામનગર: હાલ ડાંગના SP શ્વેતા શ્રીમાળીને જામનગર SP તરીકે મુકવામાં આવ્યા છે. તેમના પતિ સુનિલ જોશી જે હાલ વલસાડ SP છે, તેમને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા તરીકે નિમણૂંક કરવામાં આવી છે. પતિ-પત્ની બંને 2010 બૅચના IPS ઓફિસર છે.

થોડા વર્ષો પહેલા IPS દંપતી પ્રદીપ સેજુલ અને શોભા ભૂતળા પણ જામનગર અને પોરબંદરમાં ફરજ બજાવી ચુક્યા છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લો એન્ડ ઓર્ડર જળવાય રહે તેમજ ટ્રાફિકની સમસ્યા સહિતના પડકારો પણ છે.

ABOUT THE AUTHOR

...view details