ઝારખંડની મોબ લીન્ચિંગ ઘટનાનાં પડઘા જામનગરમાં, મકરાણી સમાજે પાઠવ્યું આવેદનપત્ર - mob linching
જામનગરઃ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં મોબ લીન્ચિંગની ઘટનામાં વધારો થયો છે. ભીડ કોઈ પણ શંકાએ નિર્દોષ માણસનો પણ ભોગ લેતી હોય છે. જેમાં વર્તમાનમાં ઝારખંડમાં બનાવ બન્યો હતો. આ અંગે જામનગરના મકરાણી સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ઝારખંડની મોબ લીન્ચિંગ ઘટનાનાં પડઘા જામનગરમાં, મકરાણી સમાજે આપ્યુ આવેદનપત્ર
દેશમાં ટોળું એટલે કે ભીડ બેકાબુ બની ગમે તે વ્યક્તિને મોતને ઘાટ ઉતારે છે. મોબ લીન્ચિંગની ઘટનાઓ અંગે સુપ્રિમ કોર્ટે પણ આકરી ટીકા કરી છે. આ ઘટનાઓ અંગે જામનગરના મકરાણી સમાજે ચિંતા વ્યક્ત કરી છે. સમાજના લોકોએ જામનગરના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆતો કરી હતી. તેમજ આવી ઘટનાઓને શખ્ત શબ્દોમાં વખોડી હતી.